<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

મહારાષ્‍ટ્રમાં રાજકીય ગરમી

એનડીએમાં ડખો છે તો ઇન્‍ડીયામાં પણ છે ફાટફુટઃ ત્રણ ચાર મહિનામાં આવી રહી છે વિધાનસભાની ચુંટણી

મુંબઇઃ લોકસભા ચુંટણીના પરિણામો પછી હવે મહારાષ્‍ટ્ર ચુંટણી મોડમાં આવી ગયું છે. અહીં ત્રણ ચાર મહિના પછી વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. ત્‍યારે રાજકારણ અત્‍યારથી ગરમાવા લાગ્‍યું છે. એનડીએને રાજયમાં મળેલ કારમી હાર બાબતે આક્ષેપ- પ્રત્‍યાક્ષેપ શરૂ થઇ ચુકયા છે. મુખ્‍યમંત્રી એકનાથ શિંદેએ ૪૦૦ વાળા નારાને હારનું કારણ ગણાવ્‍યું તો આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝરે અજીત પવારની એનસીપી સાથે ગઠબંધનને હારનું કારણ ગણાવ્‍યું છે.

જોકે એવું નથી કે માત્ર એનડીએમાં જ તિરાડ જોવા મળી રહી છે, આવો જ ડખો ઇન્‍ડીયા ગઠબંધનના સહયોગીઓ વચ્‍ચે પણ જોવા મળી રહયો છે. જયાં એક તરફ ઉધ્‍ધવ ઠાકરેની શિવસેના- યુબીટીની વાત કોંગ્રેસ સાથે નથી બની રહી. ઉધ્‍ધવે મહારાષ્‍ટ્ર વિધાનસભા ચુંટણીમાં એકલા ઉતરવાનું નકકી પણ કરી લીધું છે.

મહારાષ્‍ટ્રમાં માત્ર એક બેઠક જીતનાર અજીત પવારની એનસીપી લોકસભા ચુંટણી પછી નિશાન પર છે. આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં છુપાયેલ એક લેખે એનડીએમાં શરૂ થયેલ ડખ્‍ખાને વધુ હવા આપી છે. ઓર્ગેનાઇઝરમાં લખ્‍યું છે, ‘‘ે મહારાષ્‍ટ્રમાં જે રાજકીય પ્રયોગ કરાયો તેની જરૂર નહોતી. ભાજપા અને શિવસેના શિંદે જુથ પાસે પુરતી બહુમતી હતી છતાં એનસીપીના અજીત પવાર જુથને લેવામાં આવ્‍યું. એનસીપીમાં પિતરાઇ ભાઇ- બહેનોમાં જે રીતે ડખ્‍ખો ચાલી રહયો છે તેનાથી શરદ પવાર બે-ત્રણ વર્ષમાં એનીમેળે નબળા પડી જવાના હતા. ત્‍યારે અજીત પવારને લેવાના અવિવેકપૂર્ણ પગલાથી ભાજપાએ એક ઝાટકે પોતાની બ્રાન્‍ડ વેલ્‍યુ ઘટાડી નાખી.

(4:04 PM IST)