News of Friday, 14th June 2024
કાળઝાળ ગરમી - મધ્ય પૂર્વની કટોકટી છતાં ૧૫ લાખ જેટલા હજયાત્રી મક્કા પહોંચ્યા
આજથી ૧૯ જુન સુધી ચાલશે હજયાત્રા

મક્કા, તા.૧૪: મધ્ય એશિયામાં કાળઝાળ ગરમી અને તણાવ વચ્ચે વિશ્વભરમાંથી મુસ્લિમો હજ યાત્રા માટે મક્કા પહોંચી રહ્યા છે. હજ યાત્રીઓ મોટી સંખ્યામાં સાઉદી અરેબિયાના મક્કા પહોંચી ગયા છે. આ સપ્તાહના અંતમાં યાત્રા શરૂ થવાની છે. સાઉદી અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવાર સુધીમાં દેશમાં ૧.૫ મિલિયનથી વધુ વિદેશી તીર્થયાત્રીઓ આવ્યા હતા, જેમાંથી મોટાભાગના વિશ્વના વિવિધ દેશોમાંથી હવાઈ માર્ગે અહીં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વખતે હજ યાત્રા ૧૪ જૂનથી ૧૯ જૂન સુધી ચાલુ રહેશે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે સત્તાવાર રીતે શરૂ થનારી હજ માટે વધુ લોકો આવવાની અપેક્ષા છે. આ સિવાય સાઉદી અરેબિયામાં રહેતા હજારો મુસ્લિમો અને અન્ય લોકો પણ હજમાં ભાગ લેશે. સાઉદી અધિકારીઓએ કહ્યું કે તેઓને આશા છે કે આ વર્ષે હજ યાત્રામાં ભાગ લેનારા લોકોની સંખ્યા ૨૦૨૩ કરતા વધુ હશે. તેમણે કહ્યું કે ૨૦૨૩માં ૧૮ લાખથી વધુ લોકોએ હજ કરી હતી જ્યારે કોવિડ વૈશ્વિક મહામારી પહેલા ૨૪ લાખથી વધુ મુસ્લિમોએ ૨૦૧૯માં હજ કરી હતી.
પેલેસ્ટિનિયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં મક્કા પહોંચેલા હજ યાત્રીઓમાં ૪,૨૦૦ થી વધુ લોકોના પરિવારના સભ્યો પણ મક્કા પહોંચી ગયા છે. તેમને કિંગ સલમાને આમંત્રણ આપ્યું હતું. અને ૧૦૦૦ લોકો પહેલેથી જ ગાઝાની બહાર હતા.
મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં મંગળવારે હજ યાત્રિકોની વિશાળ ભીડ જોવા મળી હતી જેમણે કાબાની સાત વાર -દક્ષિણા કરીને ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી. મક્કા મસ્જિદને ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. મંગળવારે તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું અને ઘણા લોકો સૂર્યથી પોતાને બચાવવા માટે છત્રી લઈને જતા જોવા મળ્યા હતા. હજ માટે મક્કા પહોંચેલી મોરોક્કન મહિલા રાબિયા અલ-રાઘીએ કહ્યું, જ્યારે હું અલ-મસ્જિદ અલ-હરમ પહોંચી અને કાબાને જોયો ત્યારે મને રાહત થઈ. હું ખૂબ જ ખુશ છું.ઁઁ મહિલા તેના પતિ અને પુત્રી સાથે અહીં પહોંચી છે. આ વર્ષે સીરિયાથી હજયાત્રીઓ પણ મક્કા પહોંચી રહ્યા છે. આ વર્ષે દમાસ્કસથી સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઈટ ચલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હજ યાત્રાને ઈસ્લામમાં પાંચ સ્તંભોમાંથી એક માનવામાં આવે છે. પાંચ દિવસની હજ યાત્રા જીવનમાં ઓછામાં ઓછી એક વાર ફરજિયાત માનવામાં આવી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
