<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

બી.એસ. યેદિયુરપ્‍પાએ વિપક્ષ પર આરોપ લગાવ્‍યો, કહ્યું મારી વિરૂદ્ધ ષડયંત્ર રચાયું, POCSO કેસમાં આગોતરા જામીન માંગ્‍યા

સગીરનું યૌન શોષણ કરવાના આરોપ મુદ્દે કાર્યવાહી

નવી દિલ્‍હી, તા. ૧૪ :  કર્ણાટકના પૂર્વ મુખ્‍યમંત્રી બીએસ યેદિયુરપ્‍પાએ સગીરનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવતા વિપક્ષ પર ગંભીર આરોપ લગાવ્‍યા છે. યેદિયુરપ્‍પાએ આરોપ લગાવ્‍યો છે કે વિપક્ષે જ તેમને યૌન શોષણના ખોટા આરોપોમાં ફસાવવાનું ષડયંત્ર રચ્‍યું છે. આ સાથે યેદિયુરપ્‍પાએ POCSO કેસમાં આગોતરા જામીન આપવાની પણ માંગ કરી છે.

એક ૧૭ વર્ષની યુવતીએ કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્‍પા સામે યૌન ઉત્‍પીડનનો કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે ૨ ફેબ્રુઆરીએ એક મીટિંગના બહાને પૂર્વ સીએમ યેદિયુરપ્‍પાએ તેને એક રૂમમાં લઈ જઈને તેનું યૌન શોષણ કર્યું. યુવતીએ સદાશિવનગર પોલીસ સ્‍ટેશનમાં પૂર્વ સીએમ યેદિયુરપ્‍પા વિરુદ્ધ જ્‍ત્‍ય્‍ નોંધાવી હતી.

યેદિયુરપ્‍પાએ સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ ફેંકયો હતો. તેમણે પિટિશનમાં અનેક બાબતો પર પ્રકાશ પાડ્‍યો હતો અને કહ્યું હતું કે તેઓ ૮૧ વર્ષના છે અને તેમને નિયમિત સ્‍વાસ્‍થ્‍ય તબીબી તપાસની જરૂર છે. મુદ્દાઓ પર પ્રકાશ પાડ્‍યો અને કહ્યું કે તેને નિયમિત તબીબી તપાસ અને દવાઓની જરૂર છે. તેણે કહ્યું કે તેની સામેના આરોપોમાં મળત્‍યુદંડ નથી. વધુમાં વધુ ૭ વર્ષની સજાની જોગવાઈ છે. તેણે કોર્ટની જૂની દલીલોને ટાંકીને આગોતરા જામીન માટે અપીલ કરી

કર્ણાટકના પૂર્વ મુખ્‍યમંત્રી યેદિયુરપ્‍પાએ સગીર છોકરીના જાતીય શોષણના કેસમાં આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે. હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને યેદિયુરપ્‍પાએ એવો પણ દાવો કર્યો છે કે વિપક્ષોએ તેમની વિરુદ્ધ આ ષડયંત્ર રચ્‍યું છે જેથી તેમની છબી ખરાબ થાય. વિપક્ષના નેતાઓ તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. તેણે અરજીમાં એમ પણ કહ્યું છે કે તે સંપૂર્ણપણે નિર્દોષ છે. POCSO નિયમો હેઠળ તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. તેમની પ્રતિષ્ઠાને ડામવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.(

(4:07 PM IST)