News of Friday, 14th June 2024
૨૨ જુલાઇથી સંસદના મોનસુન સત્રનો પ્રારંભ
નાણામંત્રી નિર્મલા સીતારમણ રજુ કરશે પૂર્ણ બજેટ : મહત્વપૂર્ણ બિલો પર થશે ચર્ચા

નવી દિલ્હી તા. ૧૩ : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકાર બની છે. હવે લોકોની નજર સંસદ સત્ર પર છે, જયાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સંસદનું ચોમાસુ સત્ર ૨૨ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર ૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની શકયતા છે. સરકાર ચોમાસુ સત્ર દરમિયાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે સંપૂર્ણ બજેટ પણ રજૂ કરી શકે છે.
ચૂંટણી પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે નાણા મંત્રાલય ૧૭ જૂન સુધીમાં બજેટને લઈને વિવિધ મંત્રાલયો સાથે બેઠક શરૂ કરશે.
અગાઉ, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજુજુએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી ૩ જુલાઈ સુધી ચાલશે. આ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. લોકસભાના અધ્યક્ષ માટે પણ ચૂંટણી થશે. આ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના સંબોધનથી થશે. આ પછી ૨૨ જુલાઈથી ચોમાસુ સત્ર શરૂ થશે.૧ ફેબ્રુઆરીના રોજ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કર્યું, જેમાં છેલ્લા ૧૦ વર્ષો દરમિયાન સરકારની આર્થિક સિદ્ઘિઓ અને દેશ જે રીતે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક બની ગયો છે તેને પ્રકાશિત કરે છે.નાણામંત્રીએ કહ્યું કે સરકારનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રકચરને સતત પ્રોત્સાહન આપીને રોજગાર નિર્માણ પર છે. આ ઉપરાંત તેમણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને સૌથી ગરીબ પરિવારોને પ્રાથમિકતા આપવાની વાત પણ કરી હતી.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
