News of Friday, 14th June 2024
બ્રિટનમાં જુલાઇમાં સંસદની ચૂંટણી : હિન્દુઓએ પ્રથમ વખત માગણીઓ મૂકી

નવી દિલ્હી, તા.૧૪: બ્રિટનમાં જુલાઈના પહેલા અઠવાડિયામાં સામાન્ય ચૂંટણીઓ થવા જઈ રહી છે. એ પહેલા ત્યાંના હિન્દુઓએ એક મેનિફેસ્ટો જારી કર્યો, જેમાં સરકાર પાસેથી ઘણી માંગો કરવામાં આવી છે. આ પહેલીવાર છે કે જયારે હિન્દુઓએ ભાવિ બ્રિટિશ સરકાર પાસે સીધી માંગ કરી છે.
બહાર પાડવામાં આવ્યો છે. ૩૨ પાનાનો આ દસ્તાવેજ યુકેમાં સ્થાયી થયેલા હિન્દુઓની જરૂરિયાતો વિશે વાત કરે છે, તેથી તેને હિન્દુ મેનિફેસ્ટો પણ કહેવામાં આવી રહ્યો છે.
હિંદુ ફોર ડેમોક્રેસી ઓર્ગેનાઈઝેશન ૧૫ જૂથોનું સમૂહ છે, જેમાં હિંદુ કાઉન્સિલ યુકે, હિંદુ ફોરમ ઓફ બ્રિટન, હિંદુ ટેમ્પલ નેટવર્ક યુકે, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, ચિન્મય મિશન, ઇસ્કોન યુકે અને નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ મંદિરોનો સમાવેશ થાય છે. તેની વેબસાઈટ પર હિન્દુ મેનિફેસ્ટોનો પણ ઉલ્લેખ છે. મેનિફેસ્ટોમાં સાત માંગણીઓ છે. જેમાં બ્રિટનમાં હિંદુઓ વિરુદ્ધ વધી રહેલી હિંસા અને અસમાનતાને રોકવાની સાથે યુકેમાં મંદિરોની સુરક્ષાની પણ માંગ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયમાં હિંદુઓ સાથે કથિત રીતે હેટ ક્રાઈમની ઘટનાઓ વધી છે. અગ્રણી બ્રિટિશ થિંક ટેન્ક હેનરી જેક્સન સોસાયટીએ પોતે ગયા વર્ષે દાવો કર્યો હતો કે બ્રિટનમાં સ્થાયી થયેલા મુસ્લિમ વિદ્યાર્થીઓ હિંદુ ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણી કરે છે અને તેમને ધર્મ પરિવર્તન કરવાનું કહે છે.
આ માટે દેશની એક હજારથી વધુ શાળાઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને અંદાજે એટલી જ સંખ્યામાં વાલીઓ સાથે વાત કરવામાં આવી હતી. ત્યાં રહેતા લગભગ ૫૦% માતાપિતાએ સ્વીકાર્યું કે તેમના બાળકોને તેમના ધર્મના કારણે શાળામાં નફરતનો સામનો કરવો પડ્યો. ૨૦૨૩માં જ અમેરિકન રિસર્ચ સંસ્થા નેટવર્ક કોન્ટેજીયન રિસર્ચ ઈન્સ્ટિટયૂટએ દાવો કર્યો હતો કે થોડા સમયમાં જ બ્રિટન અને અમેરિકામાં હિંદુઓ પર હુમલા થોડા ઘણા નહીં પરંતુ લગભગ હજાર ગણા વધી ગયા.૨૦૨૧ની વસ્તી ગણતરી મુજબ અહીં ૧૦ લાખથી વધુ હિન્દુ વસ્તી છે. ૨૦૧૧માં બ્રિટનની કુલ વસ્તીના ૧૦૫ ટકા હિંદુઓ હતા. પછીના ૧૦ વર્ષમાં તે વધીને ૧.૭ ટકા થઈ ગયા. ત્યાં ખ્રિસ્તી અને મુસ્લિમ પછી હિન્દુ ત્રીજો સૌથી મોટો ધર્મ છે.
આવનારી સરકાર પાસે જે ૭ માંગણીઓ કરવામાં આવી છે. તેમાં
જ્જ હિંદુ હેટ-ક્રાઈમની ઘટનાઓને ધાર્મિક નફરત તરીકે ઓળખવી અને આવા લોકોને સજા કરવી. જ્જ પૂજા સ્થળોને સુરક્ષા પૂરી પાડવી અને મંદિરો માટે સરકારી ભંડોળ. જ્જ હિંદુઓની માન્યતાઓ-આસ્થાને આવનારી પેઢી સુધી લઈ જવા માટે ફેથ સ્કુલ તૈયાર કરવી. જ્જ સરકારી અને જાહેર સ્થળોએ હિંદુઓનું પ્રતિનિધિત્વ વધારવું. જ્જ પૂજારીઓને લગતી વિઝા સમસ્યાઓનું નિરાકરણ. જ્જ સામાજિક સેવાઓમાં હિન્દુઓનો સમાવેશ. જ્જ ધાર્મિક માન્યતાઓને ઓળખવા અને તેનું રક્ષણ કરવું.
હેટ ક્રાઈમની વધતી ઘટનાઓ વચ્ચે, બ્રિટનમાં રહેતા હિંદુઓ પણ નારાજ છે કારણ કે તેમના અવાજને સરકારમાં સારી રીતે રજૂ કરવામાં આવતા નથી. આ જ કારણ છે કે પહેલીવાર હિંદુ મેનિફેસ્ટો લાવવામાં આવ્યો. જો કે તે આવતાની સાથે જ તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. પ્રચાર સંસ્થા નેશનલ સેકયુલર સોસાયટીએ આ દસ્તાવેજોની ટીકા કરી અને કહ્યું કે આવનારી સરકારે તેનો સંપૂર્ણ અસ્વીકાર કરવો જોઈએ. અને જો મેનિફેસ્ટો લાગુ કરવામાં આવશે તો વાણી સ્વાતંત્ર્યને નુકસાન થશે કારણ કે પછી હિંદુઓ વિરુદ્ધ કશું કહી શકાશે નહીં.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
