News of Friday, 14th June 2024
ભાજપે RSSને સાઈડલાઈન કરતા રિલેશન બગડ્યા : ઉદિત રાજે
ભાજપ-RSSનાં સંબંધોની વાતમાં કોંગ્રેસનો કૂદકોઃઆરએસએસ અને બીજેપીની વચ્ચે હવે પહેલા જેવું રહ્યું નથી, બંનેનાં સંબંધો બગડી ગયા છે : કોંગ્રેસ નેતા

નવી દિલ્હી, તા.૧૪
લોકસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી અપેક્ષા પ્રમાણે દેખાવ કરી શકી નથી. ચૂંટણી પહેલા બીજેપીના નેતાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી દૂર રહેવાનું શરૃ કર્યું હતું. એમ કહેવાઈ કહ્યું છે કે તેના કારણે જ બીજેપીને માત્ર ૨૪૧ સીટો મળી છે. બીજી તરફ આજે કોંગ્રેસ નેતા ઉદિત રાજે દાવો કર્યો છે કે આરએસએસ અને બીજેપીની વચ્ચે હવે પહેલા જેવું રહ્યું નથી. બંનેનાં સંબંધો બગડી ગયા છે.
ઉદિત રાજે શુક્રવારે કહ્યું કે આરએસએસ અને બીજેપીના સંબંધો ખરાબ થઈ ગયા છે. બીજેપીએ આરએસએસને સાઈડમાં કરી દીધી છે. આવું હાલ એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કે એક ઈન્ટરવ્યુ દરમિયાન બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું કે આરએસએસ એક સામાજિક સંગઠન છે, જ્યારે બીજેપી એક રાજકીય પક્ષ છે. હવે અમે આગળ વધી ચુક્યા છે. પહેલા કરતા વધુ સક્ષમ થઈ ચુક્યાં છે. એવામાં હવે આરએસએસની જરૃરિયાત એટલી નથી.
ઉલ્લેખનીય છે કે ભાજપને મળેલી હાર પછી આરએસએસના ઉચ્ચ પદાધિકારીઓ સતત પાર્ટી પર કટાક્ષ કરી રહ્યાં છે. આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે ગુરુવારે કહ્યું કે રામની પૂજા કરનારી પાર્ટી અહંકારી થઈ ગઈ છે, આ કારણે ભલે તે ૨૦૨૪ની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બની છે. પરંતુ તેને એકલા જે બહુમતીથી સત્તા મળવાની હતી, તે ભગવાન રામે અહંકારના કારણે ન આપી. જોકે આ દરમિયાન તેમણે બીજેપીનું નામ લીધું નહોતું પરંતુ ૨૪૧ સીટો સાથે તે સૌથી મોટી પાર્ટી બની હોવાની વાત કહી હતી.
બીજેપીની સાથે-સાથે ઈન્દ્રેશ કુમારે ઈન્ડિયા ગઠબંધન પર પણ શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રામના વિરોધ કરનારા કોઈ પણ પક્ષને સત્તા મળી નથી. બધાને ભેગા થઈને પણ તે બીજા ક્રમે જ છે. ભગવાને કરેલો ન્યાય ખૂબ સાચો અને આનંદદાયક છે. આરએસએસ નેતાએ કહ્યું કે ભક્તિ કરનારી પાર્ટી અહંકારી થઈ ગઈ, તેને ભગવાને ૨૪૧ પર જ રોકી દીધી.
જોકે તેને સૌથી મોટી પાર્ટી બનાવી દીધી અને જેમની રામમાં આસ્થા જ નહોતી, તે બધાને ભગવાને ૨૩૪ પર જ રોકી દીધા.
ઉલ્લેખનીય છે કે ૧૦ જૂને નાગપુરમાં ઇજીજીના કાર્યકર્તા વિકાસ વર્ગ કાર્યક્રમનો સમાપન દિવસ હતો. ત્યારે ઇજીજીના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું જે પોતાના કર્તવ્ય નિભાવતી વખતે મર્યાદાનું પાલન કરે છે, પોતાના કામ પર ગર્વ કરે છે, અહંકારથી રહિત હોય છે તે જ વ્યક્તિ ખરેખર સેવક કહેવાને લાયક છે. કામ કરો, પણ અહંકાર ન કરો કે મેં તે કર્યું. ચૂંટણીઓ યોજાય ત્યારે સ્પર્ધા જરૃરી છે. આ સમય દરમિયાન અન્યને પાછળ ધકેલી દેવાનું પણ બને છે પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ હરીફાઈ જુઠ્ઠાણા પર જ આધારિત ન હોવી જોઈએ. મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી રાજ્યમાં શાંતિ હતી પરંતુ અચાનક ત્યાં ગન કલ્ચર વધી ગયું. આ સમસ્યાનો પ્રાથમિકતાના આધારે ઉકેલ આવે તે જરૃરી છે
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
