News of Friday, 14th June 2024
જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદી હુમલાઓ બાદ ગૃહમંત્રી અમિતભાઈ એક્શનમાં:16 જૂને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
આતંકી હુમલામાં નવ તીર્થયાત્રીઓ અને એક CRPF જવાન માર્યા ગયા અને સાત સુરક્ષાકર્મીઓ અને અન્ય કેટલાક ઘાયલ થયા

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી છે. શાહે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે. હુમલામાં નવ તીર્થયાત્રીઓ અને એક CRPF જવાન માર્યા ગયા હતા અને સાત સુરક્ષાકર્મીઓ અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. ભારતીય સૈનિકોએ મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પરના હુમલા સહિત અનેક આતંકવાદી હુમલાઓની ચર્ચા કરી.
અમિતભાઇ શાહે 16 જૂને ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સેના અને CRPFના ટોચના અધિકારીઓ અને અન્યો હાજર રહેશે.
મળતી માહિતી અનુસાર, ગૃહમંત્રીને જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ અને આતંકવાદી ઘટનાઓ બાદ ઉઠાવવામાં આવેલા પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસમાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં ચાર સ્થળોએ હુમલા કર્યા છે
હુમલામાં નવ તીર્થયાત્રીઓ અને એક CRPF જવાન માર્યા ગયા હતા અને સાત સુરક્ષાકર્મીઓ અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. તેમજ તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
