News of Friday, 14th June 2024
હવે એલન મસ્કને મળશે 4.67 લાખ કરોડનો પગાર : સેલેરી પેકેજની ટેસ્લાના શેરધારકોનું ગ્રીન સિગ્નલ
અમેરિકાના કૉર્પોરેટ ઈતિહાસમાં આવું પહેલી વખત છે જ્યારે કોઈ સીઈઓને સેલરી તરીકે આટલી મોટી રકમ મળશે

નવી દિલ્હી : ટેસ્લાના શેરધારકોએ CEO એલન મસ્કે 56 બિલિયન ડોલર એટલે કે લગભગ 4.67 લાખ કરોડ રુપિયાની સેલેરી પેકેજને મંજૂરી આપી દીધી છે. અમેરિકાના કૉર્પોરેટ ઈતિહાસમાં આવું પહેલી વખત છે જ્યારે કોઈ સીઈઓને સેલરી તરીકે આટલી મોટી રકમ મળશે. ટેસ્લા અમેરિકાની ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની છે. આ ભારતના માર્કેટમાં પણ એન્ટ્રીની યોજના પર કામ કરી રહી છે. એલન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાંથી એક છે અને તેમની સંપત્તિ 207 બિલિયન ડોલર છે.
કેટલાંક મોટા સંસ્થાગત રોકાણકારો અને પ્રૉક્સી ફર્મના વિરોધ છતાં ટેસ્લાના શેરધારકોને એલન મસ્કે સેલેરી પેકેજને ગ્રીન સિગ્નલ આપ્યું છે. જો કે હજુ પણ આ સેલેરી પેકેજમાં અનેક પ્રકારના પેચ છે. વર્ષ 2018થી ડેલવેયર કોર્ટે સેલેરી પેકેજને લઈને એક કેસ પણ ચાલી રહ્યો છે. કેટલાંક કાયદાકીય વિશેષજ્ઞોનું માનવું છે કે આ કેસ અનેક મહિનાઓ સુધી ચાલી શકે છે. મસ્કને વર્ષ 2018માં જ આ પેકેજ આપવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો પરંતુ જજે પેકેજને વધુ પડતું ગણાવતા અમાન્ય ગણાવ્યું હતું.
મસ્કના પેકેજ પર નવા કેસનો પણ સામનો કરવો પડી શકે છે. આ મામલે ન્યાયાધીશે ટેસ્લાના બોર્ડની નિંદા કરતા કહ્યું હતું કે, આ યોજના એક વિવાદિત બોર્ડ દ્વારા પ્રસ્તાવિત કરાયો હતો. એક એવું બોર્ડ જેના ટોપ મેમ્બર્સના એલન મસ્કની સાથે ઘનિષ્ઠ વ્યક્તિગત અને નાણાકીય સંબંધ હતા.
શેરધારકો દ્વારા સેલેરી પેકેજને મંજૂરીના પ્રસંગે એલન મસ્ક પણ હાજર રહ્યાં. ઓસ્ટિન, ટેક્સાસમાં વાર્ષિક શેરધારક બેઠકમાં એલન મસ્કે પોતાને આશાવાદી ગણાવ્યા. મસ્કે કહ્યું કે, જો હું આશાવાદી ન હોત તો આ કંપની અસ્તિત્વમાં ન હોત. આ બેઠકમાં કંપનીના લીગલ હેડક્વાર્ટર ડેલવેયરથી ટેક્સાસ શિફ્ટ કરવા પર પણ મહોર લગાડી દીધી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
