<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

કેન્દ્રીય મંત્રી પદના શપથ લેતા પહેલા 21 વખત લખ્યું 'ઓમ શ્રી રામ',

TDP સાંસદ કિજરાપુ રામ મોહન નાયડૂ ચર્ચામાં ;નાગરિક ઉડ્ડયનના મંત્રી તરીકે કાર્યાભાર સંભાળ્યો

નવી દિલ્હી :તેલગુ દેશમ પાર્ટીના નેતા નવનિયુક્ત લોકસભા સાંસદ કિજરાપુ રામ મોહન નાયડૂએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. આ પહેલાં પારંપરિક અનુષ્ઠા કરતા એક સમારંભનું આયોજન થયું. આ દરમિયાન તેમણે એક શીટ પર 21 વખત ઓમ શ્રી રામ લખ્યું છે. બપોરે 1-11 વાગ્યે જણાવવામાં આવેલા શુભ સમય પર આ કાર્ય પાર પાડ્યું. આ સમયે સહકર્મીઓ અને પર્યવેક્ષકોનું ધ્યાન ખેંચાયું.

  રિપોર્ટ મુજબ નાયડૂએ તે બાદ પોતાની મા, પત્ની અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂની નવી ભૂમિકા અંગે જણાવ્યું. તેમણે નાગરિક ઉડ્ડયનના મંત્રી તરીકે કાર્યાભાર સંભાળ્યો છે.

રામ મોહન નાયડૂએ રવિવારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ત્રણ વખતના સાંસદ 36 વર્ષના નાયડૂ વડાપ્રધાન મોદીની આગેવાનીવાળા મંત્રીમંડળમાં સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી છે. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની જગ્યા લીધી છે. સિંધિયાને મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સંચાર મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયડૂએ પોતાનો પદભાર ગ્રહણ કર્યા બાદ કહ્યું કે, ઉડાનમાં સુગમતાનું પરિદ્રશ્ય બનાવવું તેમની સૌથી મહત્વની પ્રાથમિકતાઓમાંથી એક હશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, અમે હવાઈ યાત્રાને દેશના સાામાન્ય નાગરિક માટે વધુ સુલભ અને આસાન બનાવીશું. હું ઉડાનમાં સુગમતા શબ્દ પર જોર આપી રહ્યો છું, તે પછી આરામ કે સુવિધા કે સુરક્ષાના સંદર્ભમાં હોય. અમે આજે જે પણ યોજના કે વિચાર પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યાં છીએ તેમાં તેણે કેન્દ્ર બનાવી દઈશું. તેમણે કહ્યું કે, તેઓ મંત્રાલય માટે 100 દિવસીય કાર્યયોજના તૈયાર કરવા ઈચ્છશે, જે વડાપ્રધાન મોદીની યોગ્ય સલાહ છે.

  હવાઈ ટિકિટોની ઉંચી કિંમતો સાથે જોડાયેલા સવાલ પર મંત્રીએ કહ્યું, હું સમીક્ષા બેઠક કરવા જઈ રહ્યો છું. નિશ્ચિત રુપે મારો ઈરાદો આ કિંમતોને ઘટાડવાનો હશે કેમકે આ સામાન્ય લોકો માટે એક પડકાર છે. અમારો હેતુ હવાઈ યાત્રાને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે.

(9:28 PM IST)