News of Saturday, 15th June 2024
સીબીઆઈએ મુંબઈ, કોલકાતા, રાયપુર, ભુવનેશ્વર, ત્રિચી સહિત દેશના 14 સ્થળો પર દરોડા પાડ્યા: 5,717 કરોડની છેતરપિંડીનો મામલો
છત્તીસગઢની SKS પાવર જનરેશન લિમિટેડ વિરુદ્ધ નોંધાયેલી FIR બાદ આ કાર્યવાહી

નવી દિલ્હી : સીબીઆઈએ મુંબઈ, કોલકાતા, રાયપુર, ભુવનેશ્વર, ત્રિચી સહિત દેશના 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. છત્તીસગઢની SKS પાવર જનરેશન લિમિટેડ વિરુદ્ધ નોંધાયેલી FIR બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે સીબીઆઈએ 26થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે.
આરોપ છે કે SKS પાવર જનરેશન લિમિટેડે 5 હજાર 717 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર આ કંપની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
સીબીઆઈનો આરોપ છે કે એસકેએસ પાવર જનરેશન લિમિટેડે એસબીઆઈ, એલએન્ડટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ લિમિટેડ, પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સ લિમિટેડ અને સ્ટેટ બેંક ઑફ બિકાનેર એન્ડ જયપુર પાસેથી રૂ. 6,170 કરોડની લોન લીધી હતી. જેમાં 5 હજાર 717 કરોડ રૂપિયા ચૂકવાયા નથી
. SKS પાવર જનરેશન (છત્તીસગઢ) લિમિટેડના ડિરેક્ટર અનિલ મહાબીર ગુપ્તા, SKS ઈસ્પાત એન્ડ પાવર લિમિટેડ મુંબઈના ડિરેક્ટર અનિશ અનિલ ગુપ્તા અને SBIના બે અધિકારીઓ અને 26 અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
