News of Saturday, 15th June 2024
પર્વત પર પણ તાપમાન વધારે ! હિમાચલ ગરમીની લપેટમાં: ઘણા વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર
હિમાચલ પ્રદેશમાં રવિવારે સાંજે 5 વાગ્યા સુધી ગરમીની લહેર રહેવાની આગાહી

સિમલા :પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન કેન્દ્ર શિમલાએ પહેલાથી જ હીટ વેવને લઈને યલો એલર્ટ જાહેર કરી દીધું છે
હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી રહ્યું છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રવાસન સ્થળોએ પણ બપોરના સમયે આકરો તડકો પ્રવાસીઓને પરેશાન કરી રહ્યો છે.
હવામાન કેન્દ્ર શિમલાએ જાહેર કરેલા આંકડા મુજબ શુક્રવારે હમીરપુરના નેરીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અહીં તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું .
આ સિવાય હમીરપુરમાં 41.6, કાંગડામાં 41.2, મંડીમાં 40.3, સુંદરનગરમાં 40.8, નાહનમાં 39.7, ચંબામાં 40.4, ભુંતરમાં 38.7, કાંગડામાં 41.2, સાંઈજમાં 35.3, બાજલાનમાં 38.3 અને સોલંકમાં 36.3. કસૌલીમાં 35.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ સિવાય શિમલામાં 31.0 ડિગ્રી, મશોબ્રામાં 30.0, નારકંડામાં 26.0, કુફરીમાં 25.9, ધર્મશાલામાં 36.6, ડેલહાઉસીમાં 28.2 અને કેલોંગમાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
