તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 15th June 2024
પીએમ મોદી - ઝેલેન્સકીની મુલાકાતઃ રશિયા - યુક્રેન યુધ્ધ અંગે ચર્ચા
દ્વિપક્ષીય બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

અપુલિયા તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ સમિટ માટે ઈટાલીમાં હાજર છે. પીએમ મોદી જી-૭ સમિટમાં ભાગ લઈ રહેલા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી રહ્યા છે. પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિને પણ મળ્યા હતા. માનવામાં આવે છે કે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થઈ હતી.
ઈટાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય બેઠકમાં ઘણાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે પણ ચર્ચા કરી હતી. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીએ યુક્રેનને કહ્યું હશે કે આ યુદ્ધનો સમય નથી. આ પહેલા પણ ભારત આવું કહી ચુક્યું છે
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
