<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

MeToo પીડિતોને અવાજ આપનાર બે ચીની એક્ટિવિસ્ટને દોષિત ઠેરવતો ચુકાદો: મહિલા પત્રકારને પાંચ વર્ષની અને એક મજૂર કાર્યકર્તાને ત્રણ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારી

અસાધારણ કેસ માટે વધારાના ત્રણ મહિનાની સીમા સાથે મહત્તમ છ મહિનાની સમય મર્યાદા હોવા છતાં ચુકાદો નવ મહિના સુધી આવ્યો ન હતો.

દક્ષિણ ચીનની એક અદાલતે શુક્રવારે એક મહિલા પત્રકારને પાંચ વર્ષની અને એક મજૂર કાર્યકર્તાને ત્રણ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારી હતી, જે ત્યાંની નાગરિક સ્વતંત્રતા માટે એક ફટકા સમાન છે.

ભૂતપૂર્વ મહિલા પત્રકાર, 35 વર્ષીય, મિસ હુઆંગ, ચીનની #MeToo ચળવળમાં એક બુલંદ અવાજ બની હતી. જેણે ઘણી મહિલાઓને જાતીય સતામણી સામે અવાજ ઉઠાવવા મા  મદદ કરી હતી. એ ઉપરાંત હોંગકોંગ મા સરકાર વિરોધી લેખ લખ્યા હતા.  આજ રીતે 40 વર્ષીય શ્રી વાંગ, જે કામદારો અને વિકલાંગ લોકો ના સમર્થન માં લાંબા સમયથી કાર્યરત હતા, તેણે #MeToo પીડિતોને અવાજ ઉઠાવવા બદલ સમર્થન આપ્યું હતું.

એ બંને ની  2021 માં ધરપકડ કરવામાં આવી હતી અને બે વર્ષની અસાધારણ રીતે લાંબી અટકાયત કરી હતી. ચીનના ફોજદારી પ્રક્રિયા ના કાયદા મુજબ ત્રણ મહિના ઉપરાંત અસાધારણ કેસ માટે વધારાના ત્રણ મહિનાની સીમા સાથે મહત્તમ છ મહિનાની સમય મર્યાદા હોવા છતાં ચુકાદો નવ મહિના સુધી આવ્યો ન હતો.

 એશિયન લો માટે જ્યોર્જટાઉન સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે  ચીન મા એ નાના એવા એક્ટિવિસ્ટ ને પણ લગભગ ઝીરો ટોલેરન્સ અભિગમ થી જોઈ રહ્યા છે, આ કેસ તેના ઉદાહરણરૂપ છે

(1:59 PM IST)