તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 15th June 2024
સિક્કીમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન : વડોદરાના ફરવા ગયેલ રાણા પરિવારના 9 સભ્યો લાચુંગમાં ફસાઈ ગયા
છેલ્લા 3 દિવસથી પરિવારના એકપણ સભ્યોનો સંપર્ક ના થતાં વડોદરામાં રહેતા રામચંદ્ર રાણાએ ચિંતા વ્યક્ત કરી:સરકાર સમક્ષ પરિવારના તમામ સભ્યોને હેમખે પરત લાવવા માંગ કરી

નવી દિલ્હી :બુધવારની રાતે સિક્કિમમાં 220 મિમીથી વધુ વરસાદ ખાબકતા અને તીસ્તા નદીમાં આવેલા પૂરના કારણે 1200થી વધુ દેશી-વિદેશી પ્રવાસીઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક ઠેકાણે ભૂસ્ખલન થયું છે, તો તીસ્તા નદીમાં જળસ્તર વધતા કાંઠા વિસ્તારમાં વસતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.એવામાં સિક્કીમ ફરવા ગયેલા વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો 3 દિવસથી સંપર્ક વિહોણા થતાં શહેરમાં વસતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાના બે મોટા બહેન અને એક નાના ભાઈ સહિત પરિવારના 9 સભ્યો ગત 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે સિક્કિમ ફરવા ગયા હતા. જ્યાં વાદળ ફાટતા અને ભૂસ્ખલન થતાં રાણા પરિવાર લાચુંગમાં ફસાઈ ગયું છે.
છેલ્લા 3 દિવસથી પરિવારના એકપણ સભ્યોનો સંપર્ક ના થતાં વડોદરામાં રહેતા રામચંદ્ર રાણાએ ચિંતા વ્યક્ત કરી છે. રામચંદ્ર રાણાએ સરકાર સમક્ષ પરિવારના તમામ સભ્યોને હેમખે પરત લાવવા માંગ કરી છે.
બીજી તરફ સિક્કિમ સરકારનું કહેવું છે કે, હવામાન સુધર્યા બાદ પ્રવાસીઓને નીકાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગઈકાલે પણ ઉત્તર સિક્કિમમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અગાઉ ગુરુવારે 3 લોકોના મૃતદેહ મળ્યા હતા, જ્યારે 3 લોકો ગુમ હતા. જો કે શુક્રવારે ગુમ થયેલા 3 લોકોના મૃતદેહ મળી આવતા મૃતકોની સંખ્યા 6 પર પહોંચી ગઈ છે.
સિક્કિમના મુખ્ય સચિવ વિજય ભૂષણે જણાવ્યું કે, ફસાયેલા પ્રવાસીઓને એરલિફ્ટ કરવા માટે કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટ કરવામાં આવી રહી છે. 6 થી 7 સ્થળો પર ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
