<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

નીતીશ કુમારે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને બિહારને શર્મસાર કર્યું :મુખ્યમંત્રી પર પ્રશાંત કિશોરના આકરા પ્રહાર

રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી પર સત્તામાં રહેવા માટે પીએમ મોદીના "ચરણ સ્પર્શ" કરવાનો આરોપ મૂક્યો

નવી દિલ્હી : રાજકીય વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર સત્તામાં રહેવા માટે વડા પ્રધાન  મોદીના "ચરણ સ્પર્શ" કરવાનો આરોપ મૂક્યો હતો.

  'જન સૂરજ' અભિયાન ચલાવી રહેલા પ્રશાંત કિશોર શુક્રવારે ભાગલપુરમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. પ્રશાંત કિશોરે કહ્યું, "લોકો મને પૂછે છે કે હું નીતિશ કુમારની ટીકા શા માટે કરી રહ્યો છું, મેં તેમની સાથે અગાઉ કામ કર્યું છે. તે સમયે તેઓ અલગ વ્યક્તિ હતા. તેમનો અંતરાત્મા વેચાયો ન હતો." પ્રશાંત કિશોરે 2015માં જેડી(યુ)ના પ્રમુખપદની ચૂંટણી પ્રચારનું સંચાલન કર્યું હતું અને બે વર્ષ પછી ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયા હતા.

   ગયા અઠવાડિયે દિલ્હીમાં એનડીએની બેઠકનો ઉલ્લેખ કરતા તેમણે આરોપ લગાવ્યો હતો કે, "રાજ્યના નેતા તેના લોકોનું ગૌરવ હોય છે. પરંતુ નીતીશ કુમારે મોદીના પગ સ્પર્શ કરીને બિહારને શરમમાં મુકી દીધું." નીતીશ કુમારની JD(U) એ લોકસભા ચૂંટણીમાં 12 બેઠકો જીતી અને બીજેપીના બીજા સૌથી મોટા સાથી તરીકે ઉભરી, જે પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી.  

   પ્રશાંત કિશોરે કહ્યું, "મોદીની સત્તામાં વાપસીમાં નીતીશ કુમારની મહત્વની ભૂમિકા વિશે ઘણી વાતો થઈ રહી છે. પરંતુ બિહારના સીએમ કેવી રીતે તેમના પદનો લાભ લઈ રહ્યા છે? શું તેઓ રાજ્યને લાભ સુનિશ્ચિત કરવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરી રહ્યા છે? 2025ની વિધાનસભા ચૂંટણી પછી પણ તેઓ ભાજપના ટેકાથી સત્તામાં રહે તે સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે ?

(9:29 PM IST)