<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

હિંસાગ્રસ્ત મણિપુરના સીએમ એન. બિરેન સિંહના બંગલાની પાસે સચિવાલયની નજીક ઈમારતમાં ભીષણ આગ ભભૂકી

આગ ઓલવવા માટે ત્રણ ફાયર ટેન્ડરો તહેનાત કરાયા : હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

નવી દિલ્હી : હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહના સરકારી બંગલાની નજીક આવેલા રાજ્યના સચિવાલયની નજીકમાં જ એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આગ ઓલવવા માટે ત્રણ ફાયર ટેન્ડરો તહેનાત કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

(9:34 PM IST)