<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શન મોડમાં

દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં NSA અજીત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે હાજર રહેશે. આ બેઠક નોર્થ બ્લોકમાં યોજાશેઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે

 

નવી દિલ્‍હીઃ  જમ્મુ હુમલા પર અમિત શાહની બેઠક જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શન મોડમાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા શાહે આજે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં NSA અજીત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે હાજર રહેશે. આ બેઠક નોર્થ બ્લોકમાં યોજાશે.

નવી દિલ્હી જમ્મુમાં એક પછી એક આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

ગૃહમંત્રી આજે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને નોર્થ બ્લોકમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. સંબંધિત અધિકારીઓ ગૃહ પ્રધાનને જમ્મુ-કાશ્મીરમાં પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિ અને આવા આતંકવાદી હુમલાનો સામનો કરવાની તૈયારીઓ વિશે માહિતી આપશે.

(11:20 AM IST)