<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હીટ વેવને લઈને ચેતવણી જાહેરઃ ગુજરાતમાં ચોમાસુ પાછળ ધમેકાયું

દિલ્હીમાં મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુઃ દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ છેલ્લા ચાર દિવસથી ગુજરાતની બહાર આગળ વધ્યું નથી.

નવી દિલ્‍હીઃ  હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હીટ વેવને લઈને ચેતવણી જાહેર કરી છે. હિમાચલ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હીટ વેવને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતા છ ડિગ્રી વધુ છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ છેલ્લા ચાર દિવસથી ગુજરાતની બહાર આગળ વધ્યું નથી.

દેશના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમી અને ગરમીનું મોજું યથાવત છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પંજાબના મેદાની વિસ્તારો જ નહીં, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય રાજ્યોના મોટાભાગના જિલ્લાઓ પણ ગરમીની લપેટમાં છે. હવામાન વિભાગે આ બંને રાજ્યો માટે હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે.

રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમીથી કોઈ રાહત મળી નથી અને આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતા છ ડિગ્રી વધુ છે.

રવિવારે પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. પંજાબમાં 18 જૂન સુધી હીટ વેવ અને ભારે ગરમીની સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે. શનિવારે અબોહરમાં સૌથી વધુ તાપમાન 47.1 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 8.5 ડિગ્રી વધુ હતું.

હિમાચલ પ્રદેશના હમીરપુરના નેરીમાં શુક્રવારે મહત્તમ તાપમાન 46.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. ઉત્તરાખંડના દેહરાદૂનનું મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુમાં પણ ગરમીનું મોજુ યથાવત છે. જમ્મુ વિભાગમાં સૌથી વધુ તાપમાન કઠુઆ જિલ્લામાં 46.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મુખ્તારના જણાવ્યા અનુસાર જમ્મુમાં 20 જૂન સુધી ગરમીનું મોજું ચાલુ રહેશે.

(11:48 AM IST)