તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
દેશની સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના દરો કર્યો ૩ રૂપિયાનો ભાવ વધારો
બેંગલુરુમાં પેટ્રોલના ભાવ 102.84 રૂપિયા થયાઃ ડીઝલના ભાવમાં 3 રૂ.ના વધારા બાદ 88.95 રૂપિયામાં મળશેઃ દિલ્હીમાં 94.76, મુંબઈમાં રૂ. 104.19, ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.73 રૂપિયા પ્રતિ લીટર થયો

નવી દિલ્હીઃ દેશની સરકારી તેલ કંપનીઓએ રવિવાર, જૂન 16, 2024 માટે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ દરો જાહેર કર્યા છે. લેટેસ્ટ માહિતી મુજબ ગુજરાતમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. જોકે, રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા વેટને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક જગ્યાએ બદલાઈ શકે છે.
કોંગ્રેસ સરકારે 15 જૂન 2024ના રોજ કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. આ કિંમતો અમલમાં આવી ગઈ છે. તો જાણો શું છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ.
તાજેતરમાં જ પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાના વધારાને કારણે બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 99.84 રૂપિયાથી વધીને 102.84 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમતમાં 3.02 રૂપિયાના વધારાને કારણે તેની પ્રતિ લીટર કિંમત 85.93 રૂપિયાથી વધીને 88.95 રૂપિયા થઈ ગઈ છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.76 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 104.19 છે. કોલકાતામાં પેટ્રોલનો દર 103.93 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.73 રૂપિયા પ્રતિ લીટર છે. તો સાથે જ દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.66 રૂપિયા છે. મુંબઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 92.13 છે. કોલકાતામાં ડીઝલનો દર 90.74 રૂપિયા પ્રતિ લિટર છે. તો ચેન્નાઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 92.32 છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત છે. ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ-અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
તમને જણાવી દઈએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અલગ-અલગ છે. તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. તમારા શહેરનો RSP કોડ જાણવા અહીં ક્લિક કરો.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
