તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
'માનવ અથવા AI દ્વારા EVM હેક કરી શકાય છેઃ એલન મસ્કેનું નિવેદન
એલન મસ્કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના દાવેદાર રોબર્ટ એફ કેનેડી યૂનિયરની પોસ્ટ શેર કરતા X પર EVM વિશે લખ્યું છે.

નવી દિલ્હી : SpaceXના સીઈઓ એલન મસ્કે (Elon Musk) ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને મોટું નિવેદન આપ્યું છે. મસ્કે EVM હટાવવાની માગ કરવાની સાથે તેને હેક કરી શકાય છે તેવું નિવેદન આપ્યું છે. મસ્કે X પર પોસ્ટ શેર કરતા આ વાત લખી છે
એલન મસ્કે અમેરિકા અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના રોબર્ટ એફ કેનેડી યૂનિયરની પોસ્ટ શેર કરતા X પર લખ્યું કે, 'આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને ખતમ કરી દેવા જોઈએ. માનવ અથવા AI દ્વારા હેક થવાનું જોખમ, ભલે થોડું, પરંતુ હજી પણ ઘણું વધારે છે.'
હાલમાં જ રોબર્ટ એફ કેનેડી યૂનિયરે X પર પોસ્ટ શેર કરતા પ્યુઅર્ટો રિકોમાં ચૂંટણી દરમિયાન EVMમાં ગડબડી વિશે લખ્યું હતું. તેને X પર લખ્યું કે, 'પ્યુઅર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો સંબંધિત સેંકડો મતદાન ગેરરીતિઓ સામે આવી. સદભાગ્યે, પેપર ટ્રેલ હતી તેથી સમસ્યા ઓળખવામાં આવી હતી અને મતની સંખ્યા સુધારાઈ હતી.'
રોબર્ટ એફ કેનેડીએ વધુમાં લખ્યું કે, 'જ્યાં પેપર ટ્રેલ નથી ત્યાં અધિકારક્ષેત્રમાં શું થાય છે? યુએસ નાગરિકોને જાણવાની જરૂર છે કે તેમના દરેક મતની ગણતરી કરવામાં આવી હતી અને તેમની ચૂંટણી હેક કરી શકાતી નથી. ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક હસ્તક્ષેપ ટાળવા માટે અમારે પેપર બેલેટ પર પાછા ફરવાની જરૂર છે.'
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
