<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

દિલ્લીના મુંડકાની કાર્ડબોર્ડ ફેક્ટરીમાં ભયાનક આગ: લગભગ 35 ફાયરની ગાડીઓ સ્થળ પર: આગને કાબુમાં લીધી

 નવી દિલ્લી: જેમ જેમ ગરમી વધી રહી છે. આગની ઘટનાઓ દરરોજ પ્રકાશમાં આવી રહી છે. દરમિયાન, આજે દિલ્હીના મુંડકા વિસ્તારમાં કાર્ડબોર્ડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની 35 જેટલી ગાડીઓ આ કામગીરીમાં લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

રાજધાની દિલ્હીના મુંડકા ઔદ્યોગિક વિસ્તારમાં એક કાર્ડબોર્ડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તેમને સવારે 7:17 વાગ્યે આગની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

(2:47 PM IST)