<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

પેલેસ્‍ટાઇને ભારત પાસે ખોળો પાથર્યોઃ ગાઝા યુધ્‍ધવિરામ માટે માંગી મદદ

મોહમ્‍મદ મુસ્‍તફાએ નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવીઃ યુધ્‍ધગ્રસ્‍ત ગાઝાની સહાયતા વધારવા માટે અપીલ કરી

ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાથી પેલેસ્ટાઈન પરેશાન છે. વિગતો મુજબ પેલેસ્ટાઈનના વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધવિરામ માટે દબાણ કરવા વિનંતી કરી છે. આ સાથે તેમણે યુદ્ધગ્રસ્ત ગાઝાની સહાયતા વધારવા માટે બાકીના વિશ્વ પર દબાણ વધારવાની પણ અપીલ કરી છે. પેલેસ્ટાઈનના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ મુસ્તફાએ પોતાના પત્રમાં વડાપ્રધાન મોદીને વૈશ્વિક નેતા ગણાવ્યા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપતાં પેલેસ્ટાઈનના વડા પ્રધાને કહ્યું કે, તમે વૈશ્વિક નેતા છો. માનવાધિકાર અને શાંતિને મહત્ત્વ આપતા રાષ્ટ્ર તરીકે ગાઝામાં નરસંહારને સમાપ્ત કરવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

(2:48 PM IST)