તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
એલોન મસ્કે હેકિંગ માટેનું સંભવિત જોખમ દર્શાવી ઇવીએમનો ઉપયોગ બંધ કરવા સલાહ આપી: રાહુલ ગાંધીએ પણ કહ્યું ભારતમાં ઇવીએમ એ 'બ્લેક બોક્ષ' છે અને કોઈને પણ તેની તપાસ કરવાની મંજૂરી નથી: મોટો વિસ્ફોટ

ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલોન મસ્કે હેકિંગ માટેની સંભવિત નબળાઈઓ અંગે ચિંતા દર્શાવીને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોના (ઈવીએમ મશીનોના) ઉપયોગ કરવા વિરુદ્ધ સલાહ આપી છે. તેમની આ ટિપ્પણી વિશ્વભરમાં ઇવીએમ ની સુરક્ષા પર વધતી જતી ચર્ચાઓ વચ્ચે આવેલ છે, ખાસ કરીને પ્યુર્ટો રિકોની તાજેતરની પ્રાથમિક ચૂંટણીઓમાં ગેરરીતિઓના આક્ષેપોને પગલે આ ટિપ્પણી આવી છે.
દરમિયાન કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ નેતા શ્રી રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટર એક્સ પોસ્ટમાં લખ્યું છે કે "ભારતમાં 'ઇવીએમ' એ "બ્લેક બોક્સ" છે અને કોઈને તેની તપાસ કરવાની મંજૂરી નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય ત્યારે લોકશાહી એક મજાક બની જાય છે અને છેતરપિંડીનો ભોગ બને છે,"
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
