તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
NDAના સહયોગી પક્ષો પાસે લોકસભા સ્પીકરનું પદ હોવું જોઈએઃ ચૂંટણી પહેલા વિપક્ષ વારંવાર એ વાત પર ભાર મૂકયો
JDUએ કર્યું હતું સમર્થનનું એલાનઃ ગઠબંધનમાં તમામ પક્ષોની સહમતિથી ઉમેદવારની પસંદગી કરવી જોઈએઃ ચંદ્રબાબુ નાયડુની TDP

નવી દિલ્હીઃ સતત ત્રીજી વખત ભાજપની આગેવાની હેઠળની NDA સરકારના શપથ ગ્રહણ બાદ સંસદનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સત્ર આઠ દિવસ સુધી ચાલશે. આ સત્રના ત્રીજા દિવસે 26 જૂનના રોજ લોકસભા સ્પીકર પદની ચૂંટણી થશે. આ ચૂંટણી પહેલા વિપક્ષ વારંવાર એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે, NDAના સહયોગી પક્ષો પાસે લોકસભા સ્પીકરનું પદ હોવું જોઈએ.
આ મુદ્દે નીતિશ કુમારના જનતા દળ (યુનાઈટેડ)એ સ્પષ્ટ કરી દીધુ છે કે, ભાજપ જે પણ નિર્ણય કરશે તેનું પાર્ટી સમર્થન કરશે. બીજી તરફ ચંદ્રબાબુ નાયડુની TDPએ કહ્યું છે કે ગઠબંધનમાં તમામ પક્ષોની સહમતિથી ઉમેદવારની પસંદગી કરવી જોઈએ.
જનતા દળ (યુનાઈટેડ)ના નેતા કેસી ત્યાગીએ શનિવારે કહ્યું હતું કે, જેડીયુ અને ટીડીપી NDAમાં સહયોગી છે અને તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકિત ઉમેદવારનું સમર્થન કરશે. કેસી ત્યાગીએ જણાવ્યું કે, JDU (જનતા દળ યુનાઈટેડ) અને TDP (તેલુગુ દેશમ પાર્ટી) મજબૂતીથી NDAમાં છે. અમે ભાજપ દ્વારા (સ્પીકર માટે) નામાંકિત વ્યક્તિનું સમર્થન કરીશું.
TDPએ કહી આ વાત
TDPના રાષ્ટ્રીય પ્રવક્તા પટ્ટાભિ રામ કોમારેડ્ડીએ કહ્યું કે, સર્વસંમતિ ધરાવતા ઉમેદવારને જ સ્પીકર પદ મળશે. તેમણે કહ્યું કે, આ મુદ્દે NDAએ સહયોગીઓ સાથે બેઠક કરીને નક્કી કરશે કે, સ્પીકર માટે અમારો ઉમેદવાર કોણ હશે. તમામની સહમતિ પછી જ ઉમેદવારને ઉતારવામાં આવશે અને TDP સહિત તમામ સહયોગી પક્ષો ઉમેદવારને સમર્થન આપશે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, લોકસભા સ્પીકર પદની ચૂંટણી તરફ માત્ર TDP અને JDU જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતા આતુરતાથી જોઈ રહી છે. જો ભાજપના મનમાં આગળ જઈને કોઈ પણ અલોકતાંત્રિક કૃત્ય કરવાનો ઈરાદો ન હોય તો તેમણે સ્પીકરનું પદ સાથી પક્ષને જ આપવું જોઈએ. ગઠબંધન ધર્મને નિભાવતા 1998થી 2004 સુધી અટલ બિહારી વાજપેયીની સરકારમાં TDP અને શિવસેનાના સ્પીકર હતા અને UPA સરકારમાં 2004થી 2009 સુધી CPI(M) ના સ્પીકર હતા અને લોકસભાનું સારી રીતે સંચાલન કર્યું હતું.
તેમણે આગળ કહ્યું કે, TDP અને JDUને મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ દ્વારા સરકારને તોડવાના કાવતરાને ભૂલવા ન જોઈએ. આમાંના ઘણા રાજ્યોમાં તો સ્પીકરની ભૂમિકાને કારણે જ સરકાર પડી ભાંગી અને પક્ષો તૂટી ગયા. 2019માં TDPના 6માંથી 4 રાજ્યસભાના સાંસદો ભાજપમાં સામેલ થઈ ગયા હતા અને ત્યારે TDP કંઈ નહોતી કરી શકી. હવે જો ભાજપ લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખે છે તો TDP અને JDUએ પોતાના સાંસદોની હોર્સ ટ્રેડિંગ થતી જોવા માટે તૈયાર રહેવું જોઈએ.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
