<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળીઃ બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વિડિયો અપલોડ કર્યો

પોલિસે આ મામલે રાજસ્થાનથી એક વ્યક્તિની કરી ધરપકડઃ સોહેલ અને અરબાઝ ખાન સાથે પણ 2-2 કલાક પુછપરછ કરી હતી

મુંબઇઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે.બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વિડિયો અપલોડ કર્યો છે, સોશિયલ મીડિયા પર વિડિયો અપલોડ કરી ધમકી આપી છે. આ પહેલા 14 એપ્રિલના સવારે 5 વાગ્યાની આસપાસ બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘર એટલે કે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો.
બોલિવુડ અભિનેતાની ચિંતા ઓછી થવાનું નામ લઈ રહી નથી. બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરી ધમકી આપી છે. ધમકી આપનાર આરોપી બનવારીલાલ લટુરલાલ ગુજર છે જેની રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.
અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં મુંબઈના સાઉથ સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકો દ્વારા થોડા દિવસ પહેલા યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમણે અભિનેતા સલમાન ખાનની હત્યાને લઈ નિવેદન આપ્યું હતુ. મુંબઈની સાયબર પોલિસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506(2),504, 34 સાથે આઈટી એક્ટની કલમ 66(ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલિસે તપાસ માટે એક ટીમ રાજસ્થાન મોકલી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલિસે આ મામલે રાજસ્થાનથી એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલિસે જણાવ્યું કે, પકડાયેલો આરોપી ગુજ્જરને આજે બપોરના મુંબઈ લાવવામાં આવશે. સલમાન ખાનની વાત કરીએ તો હાલમાં તેની 3 કલાક પુછપરછ કરવામાં આવી છે. આ સિવાય સોહેલ અને અરબાઝ ખાન સાથે પણ 2-2 કલાક પુછપરછ કરી હતી. જેમાં સલમાન ખાને કહ્યું કે, તે હવે સતત મળી રહેલી ધમકીઓથી પરેશાન થયો છે. આ સિવાય તેમના બંન્ને ભાઈએને પણ અંદાજે 150 સવાલો કરવામાં આવ્યા હતા. હેલ્થ ઈશ્યુના કારણે તેના પિતા સલમી ખાનને આ મામલે પુછપરછમાં સામેલ કરવામાં આવ્યા નથી.

(3:36 PM IST)