<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

એસીમાં શોર્ટ સર્કિટ સાથે બ્લાસ્ટ થતા ઘરની અંદર આગ ફાટી નીકળી: પતિ-પત્નીનું શ્વાસ રૂંધાવાથી મોત

રાજસ્થાનના જયપુરમાં જવાહર નગરની રામગલી કોલોની માં એક ઘરમાં એસી માં શોર્ટ સર્કિટ સાથે બ્લાસ્ટ થતા ઘરની અંદર આગ ફાટી નીકળી હતી. 

જેના કારણે પતિ-પત્નીનું શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું છે. પતિ ઈન્ટિરિયર ડિઝાઇનર હતો અને પત્ની બેંક મેનેજરના પદ પરથી નિવૃત્ત થયેલ. 

થાઈલેન્ડમાં રહેતા મૃતકના પુત્રને પણ આ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે.

૬૫ વર્ષીય પ્રવીણ વર્મા અને તેમની ૬૦ વર્ષીય પત્ની રેણુ તેમના રૂમમાં એસી ચાલુ રાખીને સૂઈ રહ્યા હતા. 

આ દરમિયાન એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગેલ અને કાળા ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, જેમાં દંપતિ બેભાન બની ગયેલ મળી આવેલ, તેમને બચાવી શકાય નહીં.

(4:20 PM IST)