<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

EVMનો ઉપયોગ કરવા શા માટે? ભાજપ સ્પષ્ટતા કરે : ઈલોન મસ્કની ટિપ્પણી બાદ અખિલેશ યાદવનો પ્રહાર

EVM હેકિંગ પર ઈલોન મસ્કની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા અખિલેશ યાદવે કહ્યું કે, ટેક્નોલોજીનો હેતુ કોઈપણ સમસ્યાને દૂર કરવા માટે છે, જો તે સમસ્યા ઊભી કરે છે તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

નવી દિલ્હી : ઈલોન મસ્કના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને હેક કરવા અંગેના નિવેદન બાદ સત્તાધારી અને વિપક્ષી પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ઈલોન મસ્કના નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર અને ઈલોન મસ્ક વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આ શબ્દોની લડાઈમાં રાહુલ ગાંધીથી લઈને વિરોધ પક્ષોના નેતાઓ સતત ટીપ્પણીઓ કરી રહ્યા છે. હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઈલોન મસ્કના નિવેદન પર ટિપ્પણી કરી છે. અખિલેશ યાદવે સોશિયલ સાઈટ X પર ટ્વીટ કર્યું છે કે ટેક્નોલોજીનો અર્થ કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે છે, જો તેનાથી સમસ્યા સર્જાય છે તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

   તેમણે લખ્યું છે કે આજે જ્યારે દુનિયાભરમાં અનેક ચૂંટણીઓમાં ઈવીએમ સાથે ચેડાંનો આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને વિશ્વના જાણીતા ટેક્નોલોજી નિષ્ણાતો ખુલ્લેઆમ ઈવીએમ સાથે છેડછાડના જોખમ વિશે લખી રહ્યા છે તો ઈવીએમના ઉપયોગના આગ્રહ પાછળ શું છે? કારણ, ભાજપે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. તેમણે કહ્યું કે અમે આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા કરાવવાની અમારી માંગને પુનરાવર્તિત કરીએ છીએ.


 

(4:27 PM IST)