તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
રાત્રિભોજન સાથે વાઇન અથવા બીયરનો ગ્લાસ પીવામાં તંદુરસ્તી !? જાણો ન્યુયોર્કના નિષ્ણાતોના મતે શું છે આલ્કોહોલ યુક્ત પીણાઓની સત્ય હકીકત
નફો કમાવાના ઉદ્દેશ્યથી ત્યાંના મીડિયામા ફેલાવેલ જુઠ્ઠાણાં બાદ આલ્કોહોલ યુક્ત પીણાઓની સોશિયલ મીડિયાની તાકાતથી એક મોટું સત્ય બહાર આવ્યું

આલ્કોહોલ માટે અગાઉની જે જાણકારી છે તેના કરતાં આલ્કોહોલ વધુ જોખમી છે, પરંતુ નફો કમાવા માટે સત્યને દબાવીને આવા પીણાઓને હળવાશથી પીરસી દેવાય છે.
ન્યુયોર્કના એક સર્વે મુજબ ત્યાંના લોકો રાત્રિભોજન સાથે વાઇન અથવા બીયરનો ગ્લાસ પીવામાં તંદુરસ્તી સમજી રહ્યા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં મીડિયાએ આ વિચારને લોકપ્રિય બનાવવામાં મદદ કરી હતી. જો કે એનું કારણ સ્પષ્ટ મેડિકલ સાબિતી સાથે નહોતું. પરંતુ કંપનીઓ ના કમાણી કરવાના ઉદ્દેશ્ય થી ફેલાવેલું હતું. મુખ્ય આરોગ્ય સંસ્થાઓ અને ડોકટરોએ હંમેશા ચેતવણી આપી છે કે આલ્કોહોલનું સેવન કેન્સરના ઊંચા જોખમ સાથે સંકળાયેલું છે, પરંતુ પીનારાઓએ અવગણીને ત્યારના મીડિયાએ ફેલાવેલ વાતને પીવાના બહાના તરીકે પકડી લીધી હતી.
મેટા-વિશ્લેષણ કે જેણે 40 વર્ષોમાં 107 અભ્યાસોની ફરીથી તપાસ કરી તે નિષ્કર્ષ પર આવ્યા કે કોઈ પણ માત્રામાં આલ્કોહોલ આરોગ્યને સુધારતું નથી; અને 2022 માં એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે થોડી માત્રામાં પણ આલ્કોહોલની સેવન કરવાથી હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થાય છે. કેનેડા સરકારે તેની આલ્કોહોલ માર્ગદર્શિકામાં સુધારા ની જાહેરાત કરતા કહ્યું: "અમે હવે જાણીએ છીએ કે થોડી માત્રામાં પણ આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે."
આલ્કોહોલની પકડ નબળા મન પર એટલી શક્તિશાળી છે, કે એના વગર મિત્રતા તૂટી જવાનો અથવા તો સહકર્મીઓ થી પાછળ રહી જવાનો ભય લાગે છે. આવી નબળી મનોસ્થિતિ મા અગાઉ ફેલાવેલ જુઠ્ઠી વાત જોરદાર અસર કરી ને એવું માનવા મજબૂર કરે છે કે આલ્કોહોલ રોજ ઓછી માત્રા મા લેવું એ શરીર માટે ફાયદારૂપ છે. અથવા તો રોજ નહિ પણ ક્યારેક લેવાથી કોઈ નુકસાન નથી થતા.
જોકે હવે સોશિયલ મીડિયા ના માધ્યમ થી સત્ય એકદમ સામે આવી ગયું છે અને સાવ ઓછી માત્રા મા લીધેલ આલ્કોહોલ થી પણ ગંભીર બીમારી આવી શકે એમ સાબિત થયેલ છે. જ્યારે ડ્રાઇવિંગ દરમ્યાન જો આલ્કોહોલ ની અસર હોય તો ટક્કર થયેલા બંને વાહનોમા ના વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ન્યુયોર્કવાસીઓ હવે સત્ય ને ઓળખીને અપનાવી રહ્યા છે અને આલ્કોહોલને છોડી રહ્યા છે.જોકે જૂની આદત છોડવી બિલકુલ સરળ નથી, પરંતુ ધીમા અને સતત પ્રયાસોથી માત્રા ઘટાડતી જવાની અને બે ડ્રીંક વચ્ચે નો સમય વધારતો જવાનો, એ મુજબ થોડા જ સમયમાં ઘણા બધા લોકો એ સફળતા પૂર્વક એ વયસન થી મુક્તિ મેળવી છે
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
