હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
NCERT પુસ્તકોમાંથી રમખાણ-બાબરી મસ્જિદના ચેપ્ટર કેમ હટાવ્યાં? ડાયરેક્ટરે કહી મહત્વની વાત
NCERTના ડાયરેક્ટર દિનેશ સકલાણીએ કહ્યું -શાળાઓમાં ઈતિહાસ તથ્યોથી વાકેફ કરવા ભણાવવામાં આવે છે. તેને યુદ્ધનું મેદાન બનાવવા માટે નહીં. ધૃણા અને હિંસાએ શાળાઓમાં ભણાવવાના વિષયો નથી.

નવી દિલ્હી : NCERT પુસ્તકમાંથી બાબરી મસ્જિદ સંબંધિત ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો છે. હવે NCERT ચીફે પાઠ્યપુસ્તકોમાં થયેલા ફેરફારો પર પ્રતિક્રિયા આપી છે. NCERTના ડાયરેક્ટર દિનેશ સકલાણીએ રવિવારે જણાવ્યું હતું કે શાળાઓમાં ઇતિહાસને તથ્યોથી વાકેફ કરવા માટે ભણાવવામાં આવે છે અને તેને યુદ્ધનું મેદાન બનાવવા માટે નહીં. પાઠ્યપુસ્તકોનું રિવિઝન વિષય નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે, હું પ્રક્રિયામાં દખલ કરતો નથી.
ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં એનસીઈઆરટીના ડાયરેક્ટર દિનેશ સકલાનીએ આરોપો પર ખુલાસો કરતા કહ્યું કે અભ્યાસક્રમને ભગવાકરણ કરવાનો કોઈ પ્રયાસ નથી. પાઠ્યપુસ્તકોમાં તમામ ફેરફારો પુરાવા અને તથ્યો પર આધારિત છે.
એનસીઈઆરટીનાં પ્રમુખે પાઠ્યપુસ્તકોમાંથી ગુજરાત રમખાણો અને બાબરી મસ્જિદ સંબંધિત સંદર્ભો દૂર કરવા પર કહ્યું કે, અમારે વિદ્યાર્થીઓને રમખાણો વિશે કેમ શીખવવું જોઈએ. તેનો હેતુ હિંસક, હતાશ નાગરિકો બનાવવાનો નથી. પાઠયપુસ્તકોનું પુનરાવર્તનએ વૈશ્વિક પ્રથા છે. આ શિક્ષાનાં હિતમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
