હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદ સંકુલમાંથી મૂર્તિઓ હટાવવી એ લોકશાહીની વિરુદ્ધ છે : કિરેન રિજિજુ સાથેની મુલાકાતમાં ખડગેની સાફવાત
ખડગેએ સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધી અને ડૉ બાબાસાહેબ આંબેડકર સહિત અનેક મહાન નેતાઓની પ્રતિમાઓને હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો

નવી લોકસભાના પ્રથમ સત્રના એક સપ્તાહ પહેલા રવિવારે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. રિજિજુ ખડગેને મળવા માટે 10, રાજાજી માર્ગ સ્થિત કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને નેતાઓની આ મુલાકાતને સૌજન્ય મુલાકાત તરીકે વર્ણવવામાં આવી હતી.
સંસદીય કાર્ય મંત્રીને મળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર, રિજિજુ સાથેની તેમની મુલાકાત દરમિયાન ખડગેએ તાજેતરમાં સંસદ ભવન સંકુલમાં મહાત્મા ગાંધી અને ડૉ બાબાસાહેબ આંબેડકર સહિત અનેક મહાન નેતાઓની પ્રતિમાઓને હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ખડગેએ નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે કોઈપણ પરામર્શ વિના આ પ્રતિમાઓને મનસ્વી રીતે હટાવવા એ આપણી લોકશાહીની મૂળ ભાવનાનું ઉલ્લંઘન છે. આખા સંસદ ભવનમાં આવા 50 જેટલાં શિલ્પો કે પ્રતિમાઓ છે. મહાત્મા ગાંધી અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ યોગ્ય સ્થળોએ સ્થાપિત કરવામાં આવી હતી અને અન્ય અગ્રણી નેતાઓની પ્રતિમાઓ વિચારવિમર્શ બાદ યોગ્ય સ્થળોએ સ્થાપિત કરવામાં આવી હતી. દરેક પ્રતિમાનું પોતાનું મૂલ્ય અને મહત્વ હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
