તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
ઉત્તરાખંડમાં ફરી દર્દનાક અકસ્માત: પૌડીમાં કાર ખીણમાં પડી :ત્રણ સગીર છોકરીઓ સહિત 5 લોકોના મોત: 8 ઘાયલ
પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ; રાહત અને બચાવ કામગીરી શરૂ

ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં રવિવારે બે માર્ગ અકસ્માતમાં ત્રણ સગીર છોકરીઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) પાસેથી મળેલી માહિતી અનુસાર, ખીરસુ ચૌબટ્ટા પાસે એક કાર કાબૂ બહાર જઈને 200 મીટર ઊંડી ખીણમાં પડી જતાં તેમાં ત્રણ સગીર છોકરીઓ સહિત ચાર લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓમાં ડ્રાઈવર પણ સામેલ છે. ઇજાગ્રસ્તોમાંથી બેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેઓને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)-ઋષિકેશમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પૌરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક લોકેશ્વર સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
