હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કુવૈત અગ્નિકાંડની ઘટના પર કેરળ સરકારની મોટી જાહેરાત: પીડિત પરિવારને મળશે નવું ઘર
કુટુંબનું ઘર અને સારી રહેવાની સ્થિતિનું સપનું પૂરું કરવા કુવૈત આવ્યો હતો અને આગમાં મૃત્યુ થયું હવે કેરળ સરકારે ઘર આપવાનું વચન આપ્યું

કેરળના બિનોય થોમસનું પણ કુવૈતમાં ભીષણ આગમાં મોત થયું હતું. ચાવક્કડનો રહેવાસી થોમસ થોડા દિવસો પહેલા કુટુંબનું ઘર અને સારી રહેવાની સ્થિતિનું સપનું પૂરું કરવા કુવૈત આવ્યો હતો. 14 જૂને કુવૈતમાં રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગમાં તેનું મૃત્યુ થયું હતું
. હવે કેરળ સરકારે મૃતક બિનયના પરિવારને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. કેરળ સરકારે રવિવારે તેની લાઇફ મિશન હાઉસિંગ યોજના હેઠળ ઘર આપવાનું વચન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં થોમસનો પરિવાર ત્રણ સેન્ટના પ્લોટ પર બનેલા અસ્થાયી મકાનમાં રહે છે. મહેસૂલ પ્રધાન કે રાજન અને સામાજિક ન્યાય પ્રધાન આર બિંદુએ રવિવારે પરિવારના સભ્યોને મળ્યા અને તેમને સાંત્વના આપી. બંને મંત્રીઓએ ખાતરી આપી હતી કે સરકાર થોમસના પરિવારની કાળજી લેશે અને વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર કરાયેલી સહાય કોઈપણ વિલંબ વિના પ્રાપ્ત થાય તે માટે શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
રાજને અહીં પત્રકારોને જણાવ્યું હતું કે પરિવારે લાઈફ મિશન યોજના હેઠળ ઘર માટે અરજી કરી દીધી છે અને શક્ય તેટલી વહેલી તકે તેને ફાળવવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ માટે ચાવક્કડ નગરપાલિકાની ખાસ કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવશે.
મંત્રી બિંદુએ કહ્યું કે થોમસના પુત્રને નોકરી આપવા માટે પગલાં લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર 12 જૂને કુવૈતમાં અલ-મંગફ બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે કુલ મૃતકોમાં 45 ભારતીય હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
