<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

ભાજપના કોલકાતા કાર્યાલય બહાર બોમ્બ જેવી વસ્તુ મળતા ખળભળાટ :પોલીસે ઘટનાસ્થળે પહોંચી

ડોગ સ્કવોડ, પોલીસ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સર્ચ ઓપરેશન

પશ્ચિમ બંગાળના કોલકાતામાં બીજેપી કાર્યાલયની બહાર બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. આ અંગેની માહિતી મળતા જ બંગાળ પોલીસની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ભાજપ કાર્યાલયની બહાર શંકાસ્પદ વસ્તુ મળી આવતા ડોગ સ્કવોડ, પોલીસ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલમાં ઓફિસની અંદર અને બહાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

  આ દરમિયાન બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કમિટી ઓફિસ પહોંચતા પહેલા જ પોસ્ટિંગ કરી હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, યુપીના ડીજીપી અને અન્ય ઘણા લોકો સામેલ હતા. માલવિયાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના ગૃહમંત્રી તરીકે મમતા બેનર્જી આ ક્ષતિ માટે સીધા જવાબદાર છે.

   દરમિયાન પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2024 બાદ થયેલી હિંસાની તપાસ કરવા માટે બીજેપીની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રવિવારે કોલકાતા પહોંચી હતી. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે મારે માત્ર એક જ વાત કરવી છે. જ્યારે આખા દેશમાં ચૂંટણી થાય છે ત્યારે ચૂંટણી પછી માત્ર બંગાળમાં જ હિંસા કેમ થાય છે? ગ્રામ પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ હિંસા થઈ હતી.

(11:55 PM IST)