હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુક્રેનમાં શાંતિ માટે મુકેલી 'શરત' પર ભારત સહમત નહીં :કોન્ફરન્સમાં ભાગ લેનાર 12 દેશોએ સહી કરી નથી
ભારત સહિત 12 દેશોએ આ શરતને કારણે સંઘર્ષ થવાની આશંકા વ્યક્ત કરી

નવી દિલ્હી ;વિશ્વના 80 દેશોએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવવાની શરતને યુદ્ધ ખતમ કરવા માટે મુખ્ય આધાર બનાવીને નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ ભારત સહિત 12 દેશોએ આ શરતને કારણે સંઘર્ષ થવાની આશંકા વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે યુક્રેનમાં વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાના પક્ષમાં છે. રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બર્ગેનસ્ટોક રિસોર્ટ ખાતે યુક્રેન પર સંઘર્ષના ઉકેલ માટે શાંતિ પરિષદનો અંતિમ દિવસ હતો.
યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાની ગેરહાજરીમાં, 28 મહિનાના યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિપૂર્ણ માર્ગ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમેરિકા સહિત મોટાભાગના પશ્ચિમી દેશો અને મોટા વિકાસશીલ દેશોએ તેમાં ભાગ લીધો હતો. બે દિવસની ચર્ચા બાદ તૈયાર કરાયેલા અંતિમ દસ્તાવેજમાં પ્રાદેશિક અખંડિતતાની સ્થિતિ સાથે પરમાણુ સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને કેદીઓની અદલાબદલી સાથે જોડાયેલા મુદ્દાઓ પણ છે.
આ અંતિમ દસ્તાવેજના કેટલાક મુદ્દાઓને અસ્પષ્ટ માનતા, ભારત, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, UAE સહિત 12 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા નથી. કોન્ફરન્સમાં નિરીક્ષક તરીકે ભાગ લઈ રહેલા બ્રાઝિલે પણ અંતિમ દસ્તાવેજ (સંયુક્ત નિવેદન) પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે અનેક પ્રસંગોએ મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર તુર્કીએ તેના પર હસ્તાક્ષર કર્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
