<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ગુજરાત સુખાકારીના મામલે દેશમાં શહેરીક્ષેત્રે ૮મા, ગ્રામીણ ક્ષેત્રે ૧૦મા ક્રમે

NSSOનો લેટેસ્‍ટ રિપોર્ટ રાજ્‍ય માટે આંખો ઉઘાડનારો : રાજ્‍યમાં અર્બન ક્ષેત્રે રૂા. ૬૬૨૧ અને ગામડામાં રૂા. ૩૭૯૮ સરેરાશ માસિક વ્‍યકિતદીઠ ખર્ચ થાય છે

નવી દિલ્‍હી,તા. ૧૭: નેશનલ સેમ્‍પલ સર્વે ઓર્ગેનાઇઝેશનએ ૨૦૨૨-૨૩માં માસિક માથાદીઠ વપરાશ ખર્ચન રાજ્‍યવાર આંકડા હમણા પ્રસિધ્‍ધ કર્યા છે. મંથલી પર કેપિટાકન્‍ઝમશન એક્‍સપેન્‍ડિચર-એમપીસીએસ એ વ્‍યકિતની સુખાકારીનો માપદંડ છે. આ માપદંડમાં ગુજરાત શહેરી વિસ્‍તરમાં સુખાકારીનીબાબતમાં દેશના ૧૮ મોટા રાજ્‍યોમાં ૮મા ક્રમે છે. ગુજરાતના શહેરી ક્ષેત્રમાં સરેરાશ દરેક વ્‍યકિત મહિને રૂા. ૬૬૨૧ ખર્ચ કરે છે. જ્‍યારે ગુજરાત ગ્રામીણ ક્ષેત્ર સુખાકારીની બાબતમાં દેશમાં ૧૮ મોટા રાજ્‍યોમા છેક ૧૦ મા ક્રમે છે. રાજ્‍યમાં ગામડાઓમાં સરેરાશ દરેક વ્‍યકિત મહિને રૂા. ૩૭૯૮ ખર્ચે છે.

આ બંને ક્ષેત્રોમાં ગુજરાત રાષ્‍ટ્રીય સરેરાશથી થોડેક જ આગળ છે. અખિલ ભારત સ્‍તરે ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે અનુક્રમે રૂા. ૩૭૭૩ અને રૂા. ૬૪૫૯ સરેરાશ વ્‍યકિતદીઠ મહિને ખર્ચ થાય છે અર્બન ક્ષેત્રે ગુજરાત કરતાં તેલંગાણા, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્‍ટ્રમાં સરેરાશ વ્‍યકિતદીઠ મહિને વધુ ખર્ચ થાય છે. અર્થાત આ રાજ્‍યો સુખાકારી બાબતમાં ગુજરાત કરતા આગળ છે. એવી જ રીતે ગ્રામીણ ક્ષેત્રે ગુજરાત કરતા કેરળ, પંજાબ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, હરિયાણા, તેલંગાણા, કર્ણાટક, રાજસ્‍થાન અને મહારાષ્‍ટ્રમાં મહિને સરેરાશ વ્‍યકિત દીઠ ખર્ચ વધુ છે. મતલબ કે આ ૯ રાજ્‍યોના ગામડાના લોકો ગુજરાતના ગામડાના લોકોની તુલનાએ વધારે સધ્‍ધર છે. આ લેટેસ્‍ટ રિપોર્ટ વિકસિત રાજ્‍ય હોવાનો દાવો કરનારા ગુજરાત માટે આંદો ખોલનારો છે. છેલ્લે ૨૦૧૭-૧૮માં આ તંત્રએ જે માસિક માથાદીઠ વપરાશ ખર્ચનો રિપોર્ટ બહાર પાડેલ તે ઘણો ચોંકાવનારો હતો, એટલે એ રિપોર્ટ કેન્‍દ્ર સરકારે તુર્ત જ પાછો ખેંચી લીધો હતો. એ રિપોર્ટમાં એવું જાહેર થયુ હતુ કે, ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે રૂા. ૨૦૩૪નો અને અર્બન ક્ષેત્રે રૂા ૩૮૯૬ નો સરેરાશ માસિક વ્‍યકિતદીઠ ખર્ચ થાય છે. એ વખતેય નેશનલ એવરેજ કરતાં ગુજરાતની સ્‍થિતી થોડી ઘણી જ સારી હતી.

 મોટા રાજ્‍યોમાં સરેરાશ MPCS ખર્ચ

રાજ્‍ય        શહેરી ક્ષેત્રમાં      ગ્રામીણ ક્ષેત્રમાં

              ખર્ચ રૂા.  ખર્ચ રૂા.

તેલંગાણા    ૮૧૫૮    ૪૮૦૨

હરિયાણા     ૭૯૧૧    ૪૮૫૯

કર્ણાટક      ૭૬૬૬    ૪૩૯૭

તામિલનાડુ   ૭૬૩૦    ૫૩૧૦

કેરળ         ૭૦૭૮    ૫૯૨૪

આંધ્રપ્રદેશ    ૬૭૮૨    ૪૮૭૦

મહારાષ્‍ટ્ર     ૬૬૫૭    ૪૦૧૦

ગુજરાત      ૬૬૨૧    ૩૭૯૮

પંજાબ       -      ૫૩૧૫

રાજસ્‍થાન    -      ૪૨૬૩

નેશનલ એવરેજ        ૬૪૫૯ ૩૭૭૩

(10:01 AM IST)