<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

એડવાન્‍સ ટેક્‍સ ૧૫ જૂન પહેલા નહિ ભર્યો હોય તો ૧૨ ટકા વ્‍યાજ લાગુ થશે

૧૫ માર્ચે છેલ્લો એડવાન્‍સ ટેક્‍સ ભરાશે તથો વ્‍યાજ ભરવું પડશે : ભરવાપાત્ર ટેક્‍સની રકમના ૧૨ ટકા વ્‍યાજ સાથે ટેક્‍સની વસૂલાત કરાશે

નવી દિલ્‍હી,તા. ૧૭: આવકવેરા વિભાગમાં ભરવાપાત્ર એડવાન્‍સ ટેકસનો હપતો  ૧૫ જૂન પહેલા નહિ ભરવામાં આવ્‍યો તો કરદાતાને ૧૨ ટકા વ્‍યાજ લાગુ થશે. નાણાકીય વર્ષમાં ચાર વખત એડવાન્‍સ ટેક્‍સ ભરવાનો હોય છે. જો કરદાતા એડવાન્‍સ ટેકસ ભરવાનું ચૂકી જાય તો બીજા હપ્‍તામાં સાથે ભરી શકે છે. પણ ત્રણ મહિનાના ૧૨ ટકા વ્‍યાજ વસૂલ કરાશે.

કેટલીક કંપનીઓ કે વેપારીઓ પેઢી, પ્રાઇવેટ ફર્મના માલિકો એડવાન્‍સ ટેક્‍સ ભરતા નહિ હોવાથી આવકવેરા વિભાગે ૧૨ ટકા વ્‍યાજની રકમ સાથે ટેકસ વસૂલવામાં નક્કી કર્યું છે. આવકવેરાની ઓનલાઇન પોર્ટલના વ્‍યાજની રકમ વગર ટેકસ ભરી શકાશે જ નહિ તેવી સિસ્‍ટમ બનાવી છે. એડવાન્‍સ ટેક્‍સનો પ્રથમ હપ્તો ૧૫ જૂન, ૧૫ સપ્‍ટેમ્‍બર, ૧૫ ડિસેમ્‍બર અને છેલ્લો હપ્‍તો ૧૫ માર્ચ સુધીમાં ભરવાનો છે. જો એડવાન્‍સ ટેકસ નહિ ભરવામાં આવે તો વ્‍યાજ સાથે ટેકસ ભરવાની તૈયારી કરદાતાઓએ રાખવી પડશે. મોટાભાગે એડવાન્‍સ ટેકસ કરદાતાઓના કરવેરા સલાહકાર કે ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ ટેકસ ભરપાઇ કરતા હોય છે. જેની હિસાબી ચોપડા એન્‍ટ્રીઓ પણ કરવાની હોય છે. કરવેરા સલાહકાર અજિત શાહે જણાવ્‍યુ કે, છેલ્લોદ હપ્તો ભરતી વખતે આખા વર્ષનો એડવાન્‍સ ટેક્‍સ ભરવામાં આવે તો પણ ૧૨ ટકા ટેક્‍સ સાથે ભરવાપાત્ર રકમ ભરવી પડશે. સીબીડીટી તમામ કરદાતાઓને અપીલ કરીને કરદાતા સમયસર એડવાન્‍સ ટેક્‍સ ભરી દે જેથી વ્‍યાજની રકમ ભરવી પડે નહિ. એડવાન્‍સ ટેક્‍સ ઓછો ભરાયો હશે તો કરદાતાના પાછલા વર્ષના ટેક્‍સ  ડેટા ચેક કરાશે અને જરૂર પડે નોટિસ આપીને ખુલાસો પણ માગવામાં આવશે કે ગત વર્ષ કરતા ચાલુ નામાકીય વર્ષમાં ટેક્‍સ કેમ ઓછો ભરવામાં આવ્‍યો છે. કરદાતા સંતોષજનક જવાબ આપશે તો આવકવેરા વિભાગ સ્‍વીકારી લેશે. અહીં તો આવક છુપાવવા બદલ વ્‍યાજ સાથે ૧૦૦ ટકા પેનલ્‍ટી ફટકારીને સ્‍ફ્રુટિની કેસ પણ કરી શકશે. ધંધામાં નુકસાન થયુ હોય કે નફો થયો હશે તો તેનો હિસાબ દસ્‍તાવેજો સાથે રજૂ કરવા પડશે.

(10:03 AM IST)