<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

પાકિસ્‍તાનમાં ટામેટાના ભાવ ૨૦૦ પ્રતિ કિલોથી વધારે

ઈદ-ઉલ-અઝહા કારણે ટામેટાની કિંમતોમાં ભારે ઉછાળો

પેશાવર,તા. ૧૭: પાકિસ્‍તાનમાં સ્‍થાનિક છુટક બજારોમાં ઈદ-ઉલ-અઝહા કારણે ટામેટાની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્‍યો છે. એક્‍સપ્રેસ ટ્રિબ્‍યૂનના રિપોર્ટ અનુસાર પેશાવરમાં ટામેટાના ભાવ ૨૦૦ પાકિસ્‍તાની રુપિયા પ્રતિ કિલોથી વધારે થઈ ગયા છે.

એપ્રિલમાં ઈદ દરમ્‍યાન મર્યાદિત સપ્‍લાઈના કારણે સ્‍થાનિક છુટક બજારમાં ટામેટાનો ભાવ ૫૦૦ પાકિસ્‍તાની રુપિયા પ્રતિ કિલો સુધી વધી ગયા હતા. હાલમાં જ કરવામાં આવેલા ટેક્‍સ રિફોર્મની અસર પણ મોંઘવારી પર પડી નથી. સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ પોલિસી ઈંસ્‍ટીટ્‍યૂટના કાર્યકારી નિદેશક આબિદ સુલેરીનો તર્ક છે કે સરકાર દ્વારા આયકર બ્રેકેટની રુપરેખા તૈયાર કરતી વખતે મુદ્રાસ્‍ફીતિને ધ્‍યાનરમઝાન અને બકરીદ પહેલા મોંઘવારી સામાન્‍ય બાબત થઈ

વિદેશી સહાયતા પર નિર્ભર પાકિસ્‍તાનમાં દર વર્ષે રમઝાન અને બકરીદના અવસર પર કિમતોમાં ઉછાળો જોવા મળે છે. ટામેટાની સાથે સાથે ખાણીપીણીની વસ્‍તુઓમાં પણ ભારે ઉછાળો જોવા મળે છે. મીડિયા રિપોર્ટમાં સ્‍થાનિક રહેવાસીઓના હવાલેથી જણાવ્‍યું છે કે, ટામેટાના ભાવ એક દિવસમાં ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી વધી ગયા છે. અને હવે એવું લાગે છે કે, જિલ્લા પ્રશાસનનો પ્રયાસ ફરી એક વાર મૌખિક નિર્દેશો સુધી મર્યાદિત રહી ગયો છે.માં રાખતા ન્‍યૂનતમ કર યોગ્‍ય આય સીમાને સમાયોજિત કરવું જોઈએ.

એપ્રિલમાં ઈદ દરમ્‍યાન મર્યાદિત સપ્‍લાઈના કારણે સ્‍થાનિક છુટક બજારમાં ટામેટાનો ભાવ ૫૦૦ પાકિસ્‍તાની રુપિયા પ્રતિ કિલો સુધી વધી ગયા હતા. હાલમાં જ કરવામાં આવેલા ટેક્‍સ રિફોર્મની અસર પણ મોંઘવારી પર પડી નથી. સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ પોલિસી ઈંસ્‍ટીટ્‍યૂટના કાર્યકારી નિદેશક આબિદ સુલેરીનો તર્ક છે કે સરકાર દ્વારા આયકર બ્રેકેટની રુપરેખા તૈયાર કરતી વખતે મુદ્રાસ્‍ફીતિને ધ્‍યાનમાં રાખતા ન્‍યૂનતમ કર યોગ્‍ય આય સીમાને સમાયોજિત કરવું જોઈએ.

(10:09 AM IST)