હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચૂંટણી પુરી થતાં જ ઝારખંડ સરકારની મોટી જાહેરાત : તમામ ખેડૂતોની 2 લાખ સુધીની કૃષિ લૉન માફ કરાશે
સીએમ ચંપઇ સોરેને કહ્યું કે તેમની ગઠબંધન સરકાર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લૉન માફ કરવા અને મફત વીજળીનો ક્વૉટા વધારીને 200 યૂનિટ કરવા પર વિચારણા

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સરકારે મોટી જાહેરાત કરી છે, સીએમ ચંપઇ સોરેને રવિવારે કહ્યું કે તેમની ગઠબંધન સરકાર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લૉન માફ કરવા અને મફત વીજળીનો ક્વૉટા વધારીને 200 યૂનિટ કરવા પર વિચાર કરી રહી છે.
જમશેદપુરના ગાંધી મેદાનમાં વિકાસ યોજનાઓના ઉદઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત સભાને સંબોધતા સોરેને કહ્યું, “અમે પહેલાથી જ ખેડૂતોની 40 હજાર રૂપિયાની લૉન માફ કરી દીધી છે. હવે અમે તેને વધારીને 2 લાખ રૂપિયા કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
તેવી જ રીતે, મફત વીજળીના 125 યૂનિટનો વર્તમાન આધાર વધારીને 200 યૂનિટ કરવામાં આવશે. ચંપઇ સોરેને ટકાઉ આજીવિકા માટે વ્યવસાય શરૂ કરવા માટે બેરોજગાર યુવાનોને 40 ટકા સબસિડી સાથે 25 લાખ રૂપિયાની લોન આપવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
તેમણે બધાને ખાતરી આપી છે કે 40 હજાર સહાયક શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે અને આવતા મહિને આદિજાતિ અને પ્રાદેશિક ભાષાના શિક્ષકોની ભરતી શરૂ થશે. તેમણે વર્તમાન ગઠબંધન સરકારની નીતિઓની તુલના અગાઉની ભાજપ સરકારની નીતિઓ સાથે કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે 5,000 પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે ગઠબંધન સરકાર રાજ્યભરમાં મોડલ સ્કૂલો શરૂ કરવા પર ભાર આપી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
