મુંબઇમાં બલિના બકરા પર ‘રામ' લખવામાં આવ્યું : ત્રણ વિરૂધ્ધ કેસ : દુકાન સીલ
મુંબઇમાં મટનની દુકાનના માલિકે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું : હિન્દુ સંગઠન બજરંગ દળ

મુંબઈ તા. ૧૭ : મહારાષ્ટ્રના મુંબઈમાં ધાર્મિક લાગણી ભડકાવવા બદલ ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, અહીં એક મટનની દુકાનના માલિક પર બકરી પર ‘રામ' લખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તસવીરો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોએ આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો, જે બાદ હવે પોલીસે કાર્યવાહી કરીને મટનની દુકાનને સીલ કરી દીધી છે.
મુંબઈના CBD બેલાપુર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી કે મુંબઈમાં મટનની દુકાનના માલિકે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. ફરિયાદ કરનાર હિન્દુ સંગઠન બજરંગ દળે કહ્યું હતું કે આનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફરિયાદના આધારે પોલીસે દુકાન માલિકો અને એક કર્મચારી સહિત ૩ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ‘દુકાન પર બલિદાન માટે ૨૨ બકરા લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી એક પર ધાર્મિક નામ લખેલું હતું.' ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ઓળખ કરી લીધી છે અને મોહમ્મદ શફી શેખ, સાજિદ શફી શેખ અને કુય્યામ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. અધિકારીએ કહ્યું કે પોલીસે દુકાનનું લાઇસન્સ રદ કરવા માટે મહાનગરપાલિકા અને અન્ય અધિકારીઓ સાથે પણ વાત કરી છે.
છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર બકરીનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્ના હતો. આ બકરીની પીઠ પર અગ્રેજીમા રામ લખેલુ હતુ ફોટો શેર કરતી વખતે, હિન્દુ સગઠનો સતત બકરી પર આ લખનાર વ્યક્તિ વિરૂદ્ઘ કાર્યવાહીની માગ કરી રહ્ના હતા. હિન્દુ સગઠનોઍ દાવો કર્યો હતો કે આનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોચી છે. જેને જાતા પોલીસે હવે ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
