હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડીજેના અવાજમાં ના સંભળાયા ટ્રેનના હોર્ન
શનિવારે મોડી રાત્રે થયેલ ચિતોડગઢ ટ્રેન

ચિતોડગઢ,તા.૧૭: શનિવારે મોડી રાત્રે ચિતોડગઢ તરફ જઇ રહેલી બાંદ્રા-અજમેર સુપરફાસ્ટ ટ્રેનની ઝપટાં આવી જવાથી દંપતિ સહિત ત્રણ લોકોના મોત થયા હતા. બંને મહિલાઓના મોત ઘટના સ્થળે જ થયા હતા.
નિમ્બાહેડા પોલીસ સ્ટેશનના સીઆઇ રામસુમેર મીણાએ જણાવ્યુ કે મોચી મહોલ્લામાં રહેતા મોહનલાલ ધોબી (૫૦) પોતાની પત્ની લલિતા (૪૫) અને અમદાવાદમાં રહેતી સાળી જયશ્રી (૪૦) સાથે શનિવારે રાત્રે રેલ્વે ટ્રેક નજીક આવેલા ભૈરૂજી મંદિરમાં જાગરણમાં જઇ રહ્યા હતા. ત્રણેય અન્ડરપાસમાંથી જવાના બદલે પાટા કૂદીને મંદિર તરફ જઇ રહ્યા હતા અને નજીકમાં જ મોટા અવાજે ડીજે વાગી રહ્યું હતું.
ડીજેના મોટા અવાજના કારણે ત્રણે ટ્રેનના હોર્નનો અવાજ સાંભળી શકયા નહોતા અને ચિતોડગઢથી આવી રહેલ બાંદ્રા અજમેર સુરપફાસ્ટ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. અકસ્માતંમા લલિતા અને જયશ્રીના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે મોહનલાલ હોસ્પિટલે પહોંચે તે પહેલા રસ્તમાં જ મૃત્યુ પામ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
