<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્‍શન મોડમાં : ૪ રાજ્‍યોમાં પ્રભારી નિયુક્‍ત

કેન્‍દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્‍યા

 

મહારાષ્‍ટ્રમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કેન્‍દ્રીય મંત્રી ભૂપેન્‍દ્ર યાદવને ચૂંટણી પ્રભારી અને અશ્વની વૈષ્‍ણવને સહ-પ્રભારી બનાવવામાં આવ્‍યા

નવી દિલ્‍હી, તા.૧૭: લોકસભા ચૂંટણીમાં મળેલા ઝટકા બાદ ભાજપ હવે આગામી વિધાનસભા ચૂંટણી માટે મિશન મોડમાં છે. સોમવારે ભાજપે વિધાનસભા ચૂંટણી માટે જઈ રહેલા રાજ્‍યો માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. પાર્ટીએ ચાર ચૂંટણી રાજ્‍યો મહારાષ્‍ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્‍મુ કાશ્‍મીર માટે પ્રભારી અને સહ-પ્રભારી નિયુક્‍ત કર્યા છે.

આ વર્ષના અંતમાં મહારાષ્‍ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કેન્‍દ્રીય મંત્રી ભૂપેન્‍દ્ર યાદવને મહારાષ્‍ટ્રના ચૂંટણી પ્રભારી અને અશ્વની વૈષ્‍ણવને સહ-પ્રભારી બનાવવામાં આવ્‍યા છે.

એ જ રીતે હરિયાણાના ચૂંટણી પ્રચારની કમાન કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનને સોંપવામાં આવી છે. બિપ્‍લબ કુમાર દેબને રાજ્‍યના સહપ્રપ્રભારી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

કેન્‍દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્‍યા છે. આસામના સીએમ હિમંતા બિસ્‍વા સરમાને સહ-પ્રભારી નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. આ સાથે કેન્‍દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને જમ્‍મુ-કાશ્‍મીરના પ્રભારી નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.

(4:04 PM IST)