હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશ્વમાં દર સેકન્ડે ૪ ફુટબોલ મેદાન જેટલી જમીન ખરાબ થઇ રહી છેઃ સંયુકત રાષ્ટ્ર
દર વર્ષે ૧૦ કરોડ હેકટર ધરતી બિનઉપજાવ બને છેઃ ભોજન ઉપરાંત આશ્રય-રોજગારને પણ અસર કરે છે મરૂસ્થલીકરણ અને દુષ્કાળના પગલે લાખો લોકો પર વિસ્થાપનનો ભય

નવી દિલ્હી તા. ૧૭: વિશ્વમાં માનવોની ભુલથી જળવાયુ પરિવર્તન ઝડપી બની રહ્યું છે. દુનિયાભરના લોકોને ભોજન અને અન્ય જરૂરીયાત માટે જમીન પર નિર્ભર રહેવું પડે છે. ત્યારે આ જમીનના ભાગ ઝડપથી ઘટી રહ્યા છે.
સંયુકત રાષ્ટ્રના જણાવ્યા મુજબ દર સેકન્ડે ૪ ફુટબોલ મેદાન જેટલો ભૂ ભાગ બંજર થઇ રહ્યો છે. એટલે કે દર વર્ષે ૧૦ કરોડ હેકટર ધરતી ખરાબ થઇ રહી છે. અત્યાર સુધીમાં પૃથ્વીનો લગભગ ૪૦ ટકા ભાગ ક્ષરીત થઇ ચૂકયો છે. મરૂસ્થલીકરણ અને દુષ્કાળના કારણે વિશ્વના લાખો લોકો પર વિસ્થાપીત થવાનો ખતરો ઝળુંબી રહ્યો છે.સારી જમીન માનવીનાં ૯પ ટકા ભોજનની જરૂરીયાતને પૂર્ણ કરવાની સાથે રોજગારી અને આશ્રય પણ આપે છે. જમીન બગડાવાના મુખ્ય કારણોમાં જમીનની પ્રથમ લેયરને નુકશાન, અંતિમ વિધીની ૧૦.૯૮ ટકા જગ્યા અને ત્યારબાદ વાયુનું પ્રદુષણ સામેલ છે. જયારે માટીની ૩ સેમીની સપાટી બનવામાં ૧ હજાર વર્ષનો સમય લાગે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
