હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રાણીઓની હત્યા કરીને તહેવાર ઉજવો છો અને તેને પણ ખાઇ જાવ છોઃ સ્વરા ભાસ્કરની કોમેન્ટ સામે સવાલોનો મારો
બોલીવુડ અભિનેત્રીએ શાકાહારી લોકો વિશે કરેલી કોમેન્ટથી ફસાઇ ગઇ

મુંબઇ,તા. ૧૭: આજે દેશભરમાં બકરી ઇદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર દરેક મુસ્લિમ પોતાના લોકોને શુભેચ્છા પાઠવે છે. સેલેબ્સે પણ ચાહકોને આ તહેવારની શુભેચ્છા પાઠવી છે. આ ખાસ અવસર પર અભિનેત્રી સ્વરા ભાસ્કરે એક એવું ટ્વિટ કર્યું છે, જેના માટે કેટલાક લોકો તેને સપોર્ટ કરી રહ્યા છેᅠતો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે.
સ્વરા ભાસ્કરે X પ્લેટફોર્મ પર બકરીઇદ સંબંધિત એક ટ્વીટ શેર કરી છે, જેને જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે. ફૂડ બ્લોગરની ટ્વીટને રિટ્વીટ કરીને, તેને વેજિટેરિયન્સ સામે પોસ્ટ કર્યું હતું, જેને વાયરલ થવામાં વધુ સમય લાગ્યો નહતો.
એક્ટ્રેસ નલિની ઉનાગર નામની ફૂડ બ્લોગરની ટ્વીટ શેર કરીને શાકાહારી હોવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. નલિની ઘણીવાર ફૂડની તસવીરો શેર કરતી રહે છે. તેને ભોજનની પ્લેટની તસવીર શેર કરી, તેના પર તેમણે લખ્યું કે, ‘મને શાકાહારી હોવા પર ગર્વ છે. મારી થાળી આંસુ, ક્રૂરતા અને પાપથી મુક્ત છે.'
આ પોસ્ટને રીટ્વિટ કરતાં સ્વરાએ લખ્યું કે, ‘સાચુ કહું તો... મને શાકાહારી લોકો વિશે કંઈ સમજાતું નથી. તમારો સંપૂર્ણ આહાર ગાયના વાછરડાને તેમની માતાના દૂધથી વંચિત રાખવા, ગાયોને બળજબરીથી ગર્ભાધાન કરવા, પછી તેમને તેમના વાછરડાથી અલગ કરવા અને તેમના દૂધની ચોરી કરવાથી આવે છે. આ સિવાય તમે મૂળ વાળી શાકભાજી ખાઓ છો, જે આખા છોડને નષ્ટ કરે છે. આરામ કરો તો સારું રહેશે કારણ કે આજે બકરીદ છે.'
આ પોસ્ટ પર ઘણા લોકો સ્વરા વિરુદ્ધ કમેન્ટ કરી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, ‘હું સંમત છું કે વાછરડાને તેની માતાના દૂધમાંથી અલગ કરવું ખોટું છે, પરંતુ શું તમે આ રીતે લાખો પ્રાણીઓની હત્યાને યોગ્ય ઠેરવી રહ્યા છો? તમને લોકોને એ વાતની સમસ્યા છે કે દિવાળી પર મોટા અવાજે ફટાકડા ન ફોડવા જોઈએ અને હોળી પર પ્રાણીઓ પર રંગ ન નાખવા જોઈએ કારણ કે તેનાથી તેમને નુકસાન થાય છે, પરંતુ તમને ત્યારે કોઈ વાંધો નથી થતો જયારે પ્રાણીઓની હત્યા કરીને આ તહેવાર ઉજવે છે. અને તેને પણ તમે ખાઈ જાવ છો.'
બીજા યુઝર્સે લખ્યું કે, ‘તમે એક માતા છો, તમારા એજન્ડા માટે આવી બાબતોને યોગ્ય ઠેરવવું બંધ કરો, ખોટાને ખોટું કહેતા શીખો, બાળકોને સારા પેરેન્ટિંગની જરૂર છે.' અન્ય યુઝર્સે ટિપ્પણી કરી કે,‘લાગે છે કે તમારી સમજદારી વેકેશન પર ગઈ છે. જે પ્રાણીને રાખે છે તે તેની સંભાળ પણ લે છે. જો કોઈ પ્રાણીનું દૂધ લે છે, તો તે માતા અને તેના વાછારડાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.'









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
