<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

નીતીશકુમાર એક્શનમાં:બિહારમાં પેપર લીક સામે કડક કાયદો બનાવાશે :વિધાનસભા સત્રમાં પ્રસ્તાવ રજૂ કરાશે

પરીક્ષાઓમાં પારદર્શિતા રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આગામી વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવાની દરખાસ્ત લવાશે

પટના : પેપર લીકની ઘટનાઓને જોતા બિહાર સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. સરકાર કડક કાયદો બનાવશે. આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવશે. પેપર લીકની વધતી જતી ઘટનાઓને જોતા મુખ્યમંત્રી નીતિશ કુમારે નિર્દેશ આપ્યા છે.

   બિહારમાં પેપર લીક સામે કડક કાયદો બનશે. આગામી વિધાનસભા સત્રમાં આ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવશે. રાજ્યમાં પેપર લીકની વધતી જતી ઘટનાઓને જોતા મુખ્યમંત્રી નીતિશ કુમારે સૂચના આપી છે. પરીક્ષાઓમાં પારદર્શિતા રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આગામી વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવાની દરખાસ્ત લાવવામાં આવશે તેમ જણાવાયું છે.

   બિહારમાં આ વર્ષે નોકરીઓ આવવાની છે. અત્યાર સુધીમાં 5 લાખ 16 હજાર લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે. 1 લાખ 99 હજાર સરકારી પદો પર નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આગામી ત્રણ મહિનામાં નિમણૂક પત્રો વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે જ 2 લાખ 11 હજાર પદો પર ભરતી માટેની માંગણી વિવિધ કમિશનને મોકલવામાં આવી છે

(6:44 PM IST)