<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

રેલ્વે અનાથ છે, તેની દેખભાળ કરવાવાળું કોઈ નથી:ટ્રેન અકસ્માત પર મમતા બેનર્જીના પ્રહાર

મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે હું રેલ્વે મંત્રી હતી ત્યારે મેં એન્ટી કોલેજન ડિવાઈસ સિસ્ટમ શરૂ કરી હતી. પરંતુ હવે તેનો ટ્રેનોમાં ઉપયોગ થતો નથી

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં સોમવારે કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આજે રેલ માતા-પિતા વિનાની છે. પહેલા રેલ્વે બજેટ આવતું હતું પરંતુ હવે તેના માટે કોઈ બજેટ નથી. 

   મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે હું રેલ્વે મંત્રી હતી ત્યારે મેં એન્ટી કોલેજન ડિવાઈસ સિસ્ટમ શરૂ કરી હતી. પરંતુ હવે તેનો ટ્રેનોમાં ઉપયોગ થતો નથી. હાલમાં રેલ્વે અત્યંત દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેમણે કહ્યું કે આ ઘટના વધુ ખતરનાક બની શકે છે. લગભગ 70 થી 80 લોકો ઘાયલ છે અને 20 લોકોની હાલત અત્યંત નાજુક છે. ઘણા મૃતદેહો છે જેની ઓળખ થઈ શકી નથી. 

  મમતા બેનર્જીએ કહ્યું કે જ્યાં સુધી બચાવ કામગીરી પૂરી ન થાય. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આપણે ત્યાં ઊભા રહેવું જોઈએ. ઓછી ફ્લાઇટનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, ઉત્તર બંગાળથી કોલકાતાની બહુ ઓછી ફ્લાઇટ્સ છે, આ ઘટનાને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે કે, છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર રેલવે મંત્રાલય સાથે સંકળાયેલી છે એકંદર ગેરવહીવટમાં લિપ્ત છે 

(7:07 PM IST)