હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે:વાયનાડ બેઠક છોડશે : પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી લોકસભા બેઠકની પેટાચૂંટણી લડશે
પ્રિયંકા ગાંધી પહેલીવાર પહેલીવાર વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટાચૂંટણી લડશે

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટ છોડવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીથી પણ ચૂંટણી લડ્યા હતા. તેણે બંને બેઠકો પર પણ જીત મેળવી છે. આવી સ્થિતિમાં હવે રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પોતાની પાસે રાખી છે અને વાયનાડ છોડી દીધી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે પ્રિયંકા ગાંધી પહેલીવાર પહેલીવાર વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટાચૂંટણી લડશે
રાહુલ ગાંધી 2019માં પહેલીવાર વાયનાડ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ જીત્યા પણ હતા. ત્યારબાદ અમેઠીમાં રાહુલ ગાંધીને બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. અમેઠીમાં હાર બાદ રાહુલ ગાંધી વાયનાડ સીટથી સાંસદ રહ્યા. હવે 2024ની ચૂંટણીમાં રાહુલ ફરી એકવાર બે સીટો પરથી ચૂંટણી લડ્યા છે. જેમાં એક સીટ વાયનાડ અને બીજી રાયબરેલી હતી. આ વખતે રાહુલ બંને બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. રાહુલને વાયનાડ કરતા રાયબરેલીમાં મોટી જીત મળી છે.
અગાઉ રાયબરેલી બેઠક કોંગ્રેસ પાસે હતી અને સોનિયા ગાંધી સાંસદ હતા. 2024ની ચૂંટણી પહેલા સોનિયા ગાંધીએ ચૂંટણીની રાજનીતિથી પોતાને દૂર રાખ્યા હતા અને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
