<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

અમેરિકાની એક કોર્ટે કંપની પર ૧૬૨૦ કરોડનો દંડ ફટકાર્યો

દેશની અગ્રણી આઈટી કંપની TCSને કરોડોનો ફટકોઃકોર્ટે TCS પર અમેરિકન IT સર્વિસિસ ફર્મ DXC ના ટ્રેડ સિક્રેટનો દૂરઉપયોગ કરવા બદલ દંડ ફટકાર્યો

વોશિંગ્ટન, તા.૧૭

દેશની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સીને કરોડોનો ફટકો પડ્યો છે. અમેરિકાની એક કોર્ટે ટાટા ગ્રુપની આઈટી કંપની પર કરોડો રૃપિયાનો દંડ ફટકાર્યો છે. કંપનીએ પોતે આ માહિતી આપી છે. હકીકતમાં, એક અમેરિકન કોર્ટે TCS પર અમેરિકન IT સર્વિસિસ ફર્મ DXC ના ટ્રેડ સિક્રેટનો દુરુપયોગ કરવા બદલ ૧૯૪ મિલિયન ડોલર એટલે કે ૧૬૨૦ કરોડનો દંડ ફટકાર્યો છે. કોર્ટે TCSને ૫૬ મિલિયન ડોલરનું વળતર અને CSCને ૧૧૨ મિલિયન ડોલરનું અનુકરણીય નુકસાન ચૂકવવા કહ્યું છે.

TCS દ્વારા શેરબજારોને આપવામાં આવેલી માહિતી અનુસાર, તેના પર લાદવામાં આવેલ દંડ ૧૯૪.૨ મિલિયન ડોલરથી વધુ છે, જેમાં ૫૬૧.૫ મિલિયન ડોલરનું વળતર નુકસાન, ૧૧૨.૩ મિલિયન ડોલરનું અનુકરણીય નુકસાન અને ૨૫.૮ મિલિયન ડોલરનું પૂર્વગ્રહ વ્યાજનો સમાવેશ થાય છે. ભારતીય ચલણમાં દંડની કુલ રકમ અંદાજે રૃ. ૧,૬૨૨ કરોડ થાય છે.

૨૦૧૮ માં TCS ને યુએસ વીમા કંપની ટ્રાન્સમેરિકા પાસેથી ૨.૫ બિલિયન ડોલરનું કામ મળ્યું હતું. આ ડીલ મુજબ ટ્રાન્સમેરિકાના ૧૦ મિલિયન ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ પૂરી પાડવાની હતી. આ ડીલ ગયા વર્ષે જૂનમાં રદ કરવામાં આવી હતી. પછી માઇક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓને ટાંકીને આ સોદો રદ કરવામાં આવ્યો હતો.

જોકે, ભારતીય આઈટી કંપનીનું કહેવું છે કે તેની પાસે કોર્ટના નિર્ણયને પડકારવા માટે મજબૂત આધાર છે. TCSએ કહ્યું કે તે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને યોગ્ય કોર્ટમાં પડકારશે અને રિવ્યુ પિટિશન દાખલ કરશે. TCSએ કહ્યું કે તેને ૧૪ જૂન, ૨૦૨૪ના રોજ કોર્ટનો સંબંધિત આદેશ મળ્યો છે.

TCSને લાગે છે કે કોર્ટના લગાવેલી મોટી રકમનો દંડ તેના પર કોઈ ખાસ આર્થિક અસર કરશે નહીં. કંપની તેના હિતોનું રક્ષણ કરવા અને કોર્ટના આ આદેશથી ઉદ્ભવતા કાનૂની પડકારોનો સામનો કરવા માટે જરૃરી પગલાં લેવાની તૈયારી કરી રહી છે. ટીસીએસને આશા છે કે રિવ્યુ પિટિશન અને પડકાર બાદ નિર્ણય તેની તરફેણમાં આવશે.

(8:18 PM IST)