<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

10 જુલાઈએ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત :જુઓ કોને મળી ટિકિટ

પંજાબમાં જલંધર પશ્ચિમ અને પશ્ચિમ બંગાળની ચાર લોકસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારો જાહેર :કોંગ્રેસે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બે-બે વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા

નવી દિલ્હી : આગામી 10 જુલાઈએ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે પંજાબમાં જલંધર પશ્ચિમ અને પશ્ચિમ બંગાળની ચાર લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બે-બે વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

 

ભારતીય જનતા પાર્ટીએ પંજાબ અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીમાં તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે પંજાબની જલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી શીલત અંગુરાલને મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળની રાયગંજ સીટ પર માનસ કુમાર ઘોષ, દક્ષિણ રાણાઘાટ સીટ પર બિનય કુમાર બિસ્વાસ અને માનિકતલા સીટ પર કલ્યાણ ચૌબેને સોમવારે કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ હિમાચલ પ્રદેશના હમીરપુર અને નાલાગઢ મતવિસ્તારમાંથી ડૉ. પુષ્પેન્દ્ર વર્મા અને હરદીપ સિંહ બાવાને ટિકિટ આપી છે. લખપત બુટોલા અને કાઝી નિઝામુદ્દીનને ઉત્તરાખંડના બદ્રીનાથ અને મેંગ્લોર સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ મતદાન થવાનું છે. શુક્રવારે પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે નોમિનેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 21 જૂન છે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન છે. મતગણતરી 13 જુલાઈના રોજ થશે.

(9:20 PM IST)