<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

'ચોમાસુ સત્ર બાદ અજીત પવારની નેતૃત્વવાળી NCPના 19 ધારાસભ્યો પક્ષપલટો કરશે : રોહિત પવારનો મોટો દાવો

તેમણે કહ્યું કે શરદ પવાર અને અન્ય NCP (SP) નેતાઓ નક્કી કરશે કે કયા ધારાસભ્યને તેમની પાર્ટીમાં પાછા સામેલ કરવા

મુંબઈ :રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના નેતા રોહિત પવારે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આગામી ચોમાસુ સત્ર બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 18 થી 19 ધારાસભ્યો પક્ષ બદલશે. શરદ પવારના પૌત્ર રોહિત પવારે પણ દાવો કર્યો હતો કે NCPના 18 થી 19 ધારાસભ્યો NCP (SP)માં જોડાશે

   રોહિત પવારે કહ્યું કે NCPના ઘણા ધારાસભ્યો છે જેમણે જુલાઈમાં સંગઠનમાં ભાગલા પડ્યા પછી પાર્ટીના સ્થાપક શરદ પવાર વિરુદ્ધ કંઈપણ ખરાબ કહ્યું નથી. એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવારના પૌત્રે વધુમાં કહ્યું કે એનસીપીના ધારાસભ્યોએ વિધાનસભાના ચોમાસુ સત્રમાં ભાગ લેવો પડશે. આ સમયગાળા દરમિયાન, ધારાસભ્યોએ તેમના મતવિસ્તારના વિકાસ માટે ભંડોળ લેવું પડશે. તેથી, NCP ધારાસભ્યો ચોમાસુ સત્ર પૂરું થાય ત્યાં સુધી રાહ જોશે. 

રોહિત પવારે દાવો કર્યો કે, 'લગભગ 18 થી 19 NCP ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. આ ધારાસભ્યો ચોમાસુ સત્ર બાદ પક્ષ બદલશે. તેમણે કહ્યું કે શરદ પવાર અને અન્ય NCP (SP) નેતાઓ નક્કી કરશે કે કયા ધારાસભ્યને તેમની પાર્ટીમાં પાછા સામેલ કરવા. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર 27 જૂનથી 12 જુલાઈ સુધી ચાલશે. રાજ્યમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા વિધાનસભાનું આ છેલ્લું સત્ર હશે

(10:17 PM IST)