News of Tuesday, 18th June 2024
બજેટ પહેલા શેરબજાર ૭૭૦૦૦ પાર... સેન્સેક્સ-નિફ્ટી નવા ઉચ્ચ સ્તરે
સેન્સેકસ ૩૦૦ અપ : નીફટી ૨૩૫૫૦ ઉપર

નવી દિલ્હી, તા.૧૮: મંગળવારે શેરબજાર મજબૂત ઉછાળા સાથે ખુલ્યું હતું. શનિવાર અને રવિવારની રજાઓ પછી, સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે બજાર બંધ રહ્યું અને ત્રણ દિવસ પછી તે લીલા નિશાન પર ખુલ્યું. ખાસ વાત એ છે કે બજેટ (બજેટ ૨૦૨૪) આવતા પહેલા તેણે ફરી એકવાર ૭૭૦૦૦નો આંકડો પાર કરીને એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ ગ્લ્ચ્ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટથી વધુ ઉછળીને ૭૭,૩૨૬ના સ્તરે પહોંચ્યો હતો, જે તેની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ છે. આ લખાય છે ત્યારેસેન્સેક્સ ૩૦૪ પોઇન્ટ વધીને ૭૭૨૯૭ અને નિફ્ટી ૯૭ વધી ને ૨૩૫૬૨ ઉપર છે.
ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેક્સ ૭૬,૯૯૨.૭૭ ના સ્તર પર બંધ થયા હતા. મંગળવારે, તે ૭૭,૨૩૫ના સ્તરે ખુલ્યો અને વેપાર શરૂ કર્યો અને થોડીવારમાં તે ૭૭,૩૨૬.૮૦ના ઉચ્ચ સ્તરને સ્પર્શ્યો. સેન્સેક્સની જેમ NSE નિફ્ટી પણ રોકેટની જેમ દોડ્યો અને ૧૦૦થી વધુ પોઈન્ટ ઉછળીને ૨૩,૫૭૩.૮૫ના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલને સ્પર્શ્યો. આ પહેલા શુક્રવારે NSE ઇન્ડેક્સ ૨૩,૪૬૫ ના સ્તરે બંધ થયો હતો.
જોકે, ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યા બાદ તેની ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ સવારે ૯.૫૦ વાગ્યા સુધી સેન્સેક્સ ૩૨૧ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકાના ઉછાળા સાથે ૭૭,૩૧૨.૯૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, બીએસઈના ૩૦માંથી ૨૫ શેર લીલામાં હતા, જ્યારે પાંચ શેરમાં ઘટાડો હતો.
શેરબજાર ખુલતાની સાથે જ, જે શેરોમાં સૌથી વધુ ફાયદો થયો હતો તેમાં સ્મોલ કેપ કંપનીઓની યાદીમાં પારસ શેર ૧૮.૨૬્રુ, GRSE શેર ૧૪.૬૯%, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ શેર ૮.૧૪%, IIFL શેર ૭.૬૩% અને PFSનો સમાવેશ થાય છે. શેર ૭.૪૮ ટકા રહ્યા હતા.(
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
